શૈલેશ લોઢાએ (Shailesh Lodha) વર્ષ 2008થી `તારક મેહતા` શૉમાં કામ શરૂ કર્યું હતું પણ 2022માં તેમણે શૉ છોડી દીધો. તેમણે કહ્યું હતું કે તે પોતાના કૉન્ટ્રેક્ટથી ખુશ નહોતા. તે કંઈક બીજું કરવા માગતા હતા, આથી તેમણે શૉને અલવિદા કહી દીધું.
શૈલેશ લોઢા (ફાઈલ તસવીર)
છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરતો શૉ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashma) હેડલાઈન્સમાં છવાયેલો રહે છે. આનું કારણ છે `તારક મેહતા`. એક તારક મેહતા એટલે કે સચિન શ્રૉફે બીજા લગ્ન કર્યાં છે તો બીજા એક્સ તારક મેહતા એટલે કે શૈલેશ લોઢા, આક્ષેપો મૂકવાથી નવરા નથી પડતાં. જ્યારથી તેમણે આ શૉ છોડ્યો છે. તે તક મળતાં જ પ્રૉડ્યૂસર આસિત મોદીને ખરી-ખોટી સંભળાવી દે છે અને મનનો ઊભરો ઠાલવવામાં પાછાં નથી પડતાં. એકવાર ફરી એવું જ કંઈક કર્યું છે. તે એ કાર્યક્રમમાં પહોંચ્યા અને ત્યાં તેમણે નામ લીધા વગર ઘણું બધું કહી દીધું.
શૈલેશ લોઢાએ (Shailesh Lodha) વર્ષ 2008થી `તારક મેહતા` શૉમાં કામ શરૂ કર્યું હતું પણ 2022માં તેમણે શૉ છોડી દીધો. તેમણે કહ્યું હતું કે તે પોતાના કૉન્ટ્રેક્ટથી ખુશ નહોતા. તે કંઈક બીજું કરવા માગતા હતા, આથી તેમણે શૉને અલવિદા કહી દીધું. જો કે, લગભગ એક વર્ષ થવા આવ્યું પણ તેઓ કોઈપણ નવા પ્રૉજેક્ટ સાથે જોડાયેલા જોવા મળ્યા નથી. દરમિયાન તેમણે મેકર્સ પર ફી ન આપવાનો આરોપ પણ મૂક્યો હતો. હવે તે એકવાર ફરી વ્યંગ કરતા દેખાયા છે.
ADVERTISEMENT
શૈલેશ લોઢાએ અસિત મોદી પર કર્યો કટાક્ષ
લખનઉમાં થયેલી એક ન્યૂઝ એજન્સીની ઈવેન્ટમાં શૈલેશ લોઢા સામેલ થયા. તેમણે અનેક કવિતાઓ સંભળાવી અને પિતા શ્યામ સિંહ લોઢા વિશે પણ વાત કરી. સાથે જ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે Taarak Mehta Ka Ooltah Chashmah કેમ છોડ્યું? તો આના જવાબમાં તેમણે કહ્યું - જે છૂટ્યું તેના વિશે શું? તમે મારી વાત સંકેતોમાં સમજો. પુસ્તક છાપનાર પબ્લિશર હીરાની વીંટી પહેરીને ફરે છે અને લેખકને પોતાનું પુસ્તક પબ્લિશ કરવા માટે પૈસા આપવા પડે છે. બીજાઓની પ્રતિભાઓથી કમાનાર વેપારી જો પોતાને પ્રતિભાશાળી અને મોટા સમજવા માંડે. ત્યારે કોઈકે જણાવવું જોઈએ કે તમે બીજાની પ્રતિભાથી કમાનારા લોકો છો.
આ પણ વાંચો : ‘TMKOC’ ફૅમ સચિન શ્રોફે ડિવોર્સના પાંચ વર્ષ બાદ કર્યા બીજા લગ્ન, જુઓ તસવીરો
જ્વાળામુખી ફાટશે - શૈલેશ લોઢા
શૈલેશ લોઢાએ આગળ કહ્યું, "કદાચ હું એ જ છું. જેણે અવાજ ઉઠાવ્યો. બીજાઓની પ્રતિભાઓથી નામ કમાનારા લોકો કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ કરતાં મોટા ન હોઈ શકે. વિશ્વનો કોઈપણ પબ્લિશર કોઈ લેખક કરતાં મોટો ન હોઈ શકે. વિશ્વનો કોઈ પ્રૉડ્યૂસર કોઈપણ અભિનેતાથી મોટો ન હોઈ શકે. વિશ્વના કોઈ નિર્માતા કોઈ નિર્દેશક કે અભિનેતા અથવા અભિનેત્રી કરતા મોટો ન હોઈ શકે. તે વેપારી છે, આપણે સમજવું જોઈએ. હું કવિ છું અને અભિનેતા છું. જ્યારે જ્યારે એવું કંઈ કરવામાં આવશે. જે મારા કવિ કે અભિનેતા હોવા પર... મારા વિચારો પર હાવી થવાનો પ્રયત્ન કરશે તો જ્વાળામુખી ફાટશે."