TMKOC: જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સ મોટી મુસીબતમાં, મદદે આવ્યા આ NRI
જેઠાલાલ
સબ ટીવીની સૌથી કૉમેડી અને પ્રખ્યાત સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલ જોવાની ગમે છે. આ શૉના દરેક કલાકારોએ કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. સીરિયલમાં ચર્ચામાં રહે છે સૌના ચહિતા ગડા પરિવાર.
તાજેતરમાં જેઠાલાલના જીવનમાં ઘણા તોફાન આવી રહ્યા છે, જેનો સામનો કરવો એમના માટે મુશ્કેલ થઈ રહ્યું છે. ક્યારે બબીતાજી તેમના પર ગુસ્સે થઈ જાય છે અને પોતાના ઘરમાંથી એમને ધક્કો મારીને બહાર કાઢી છે, અને હવે તેમની સામે ગડા ઈલેક્ટ્રોનિક્સને બચાવવાનું સંકટ છે. આવી રીતે જેઠાલાલની મુસીબતો ઓછી થવાને બદલે વધી રહી છે, પરંતુ ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ પણ પોતાનો જીવ જોખમમાં નાખીને મુશ્કેલીઓથી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સીરિયલમાં જેઠાલાલની મદદ કરવા માટે એનઆરઆઈ બિઝનેસમેન આવ્યા છે. અત્યાર સુધી તો બધાને ખબર પડી ગઈ છે કે ગડા ઈલેક્ટ્રોનિક્સ મોટી મુસીબતમાં છે અને જો જલદી પૈસાનો બંદોબસ્ત નહીં થયો તો જેઠાલાલ મોટા નાણાકીય સંક્ટમાં આવી શકે છે. આમ તો જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતા જેઠાલાલને દરેક સંકટમાંથી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આ વખતે પણ જેઠાલાલને મદદ કરવા તાર મહેતાએ જમીન અને આસમાન એક કરવાનો સંકલ્પ લીધો છે.
તારક મહેતાના પ્લાન અનુસાર ભોગીલાલ પાસેથી 50 લાખ રૂપિયા પાછા લેવામાં એનઆરઆઈ બિઝનેસમેન જેઠાલાલની મદદ કરવાના છે અને આ પ્લાનમાં સોઢી અને ભીડે માસ્ટર પણ સામેલ છે. કોણ છે આ એનઆરઆઈ બિઝનેસમેન? શું જેઠાલાલને કોઈ ઈન્વેસ્ટર મળી ગયું છે અથવા ભોગીલાલ પાસેથી પૈસા વસૂલ કરવા માટે સોઢી અને ભીડેના દિમાગમાં કોઈ પ્લાન ચાલી રહ્યો છે? સાથે એવું પણ લાગી રહ્યું છે કે શું ભોગીલાલ ફરીથી જેઠાલાલને કોઈ દગાથી છેતરશે? આ બધું તમારે આગળ જોવાનું રહેશે કે શું જેઠાલાલ આ મુસીબતમાંથી બહાર આવી જશે. આવનારો એપિસોડ તમને હંગામાથી ભરેલો જોવા મળશે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

