જાણો કેમ 'બબીતાજી'એ જેઠાલાલ પર કર્યો ગુસ્સો, આપેલી ગિફ્ટ પણ ફેંકી દીધી
જેઠાલાલ અને બબીતાજી
સબ ટીવીની સૌથી કૉમેડી અને પ્રખ્યાત સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલ જોવાની ગમે છે. આ શૉના દરેક કલાકારોએ કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. સીરિયલમાં ચર્ચામાં રહે છે સૌના ચહિતા ગડા પરિવાર. સાથે જ બબીતાજી અને જેઠાલાલની કેમિસ્ટ્રી બધાને જોવી ગમે છે.
જેઠાલાલ એવું કોઈપણ કામ નથી કરતા જેનાથી બબીતાજી નારાજ થઈ જાય છે. તેમના મનમાં બબીતાજી માટે ઘણી સૉફ્ટ કૉર્નર જોવા મળે છે. પરંતુ આ વખતે કંઈક એવું બન્યું છે કે બબીતાજી જેઠાલાલ ઉપર ન ફક્ત ગુસ્સે થાય છે પરંતુ તેમનાથી એટલી નારાજ થઈ જાય છે કે જેઠાલાલ પ્રેમથી લઈ આવેલું ગિફ્ટ પણ ફેંકી દે છે અને તેમને ગુસ્સેથી ઘરમાંથી બહાર જવાની વાત કહીં દે છે.
ADVERTISEMENT
ઐય્યરે જેઠાલાલને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે જેઠાલાલની કોઈ વાતથી બબીતાજી ગુસ્સે થઈ જાય છે અને તેમને ઘરેની બહારનો રસ્તો બતાવી દે છે. ત્યાર બાદ ધીરે ધીરે ઉદાસ મનથી જેઠાલાલ ઘરેથી બહાર જાય છે પરંતુ તે સમયે ઐય્યર તેમને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે અને જોરથી દરવાજો પણ બંધ કરી દે છે. તેમ જ ઘરની બારીમાંથી કમ્પાઉન્ડમાં જેઠાલાલે આપેલો ફૂલનો બૂકે પણ બહાર ફેંકી દે છે.
હકીકતમાં જેઠાલાલ ઉપર ગુસ્સે કેમ થાય છે, એ તમને પ્રોમો વીડિયોમાં બતાવેલ નથી. પરંતુ છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે ઐય્યર પોતાના ઑફિસ માટે કોઈ ખાસ બ્રાન્ડના 100 ટેબલેટનો ઑર્ડર જેઠાલાલને આપે છે જે તેમને કોઈપણ કિંમત પર વહેલી તકે જોઈએ છે. પરંતુ તે ટેબલેટ ગડા ઈલેક્ટ્રોનિક્સમાંથી મળ્યા નથી. તેમ જ નવા ટૅબલેટના ઑર્ડર માટે ઘણા પૈસાની જરૂર છે, જેના માટે તેમની વસૂલી થઈ શકી નહોતી. એવામાં જેઠાલાલ તે ઑર્ડર પૂર્ણ કરી શક્યા નહીં. કદાચ બબીતાજી આ વાતથી ગુસ્સે થઈ જાય છે અને નારાજ થઈને તેમને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા, જેથી જેઠાલાલ ઘણા દુ:ખી થઈ જાય છે. હવે જોવાની મજા આવશે કે તેઓ પોતાના દિલના બહુ જ નજીક બબીતાજીને મનાવવામાં સફળ થશે કે નહીં.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

