જેઠાલાલ કેવી રીતે બચાવશે પોતાની દુકાનને, શું સુંદરલાલ મુસીબત બનીને આવશે
તસવીર સૌજન્ય - PR
સબ ટીવીની સૌથી કૉમેડી અને પ્રખ્યાત સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલ જોવાની ગમે છે. આ શૉના દરેક કલાકારોએ કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. સીરિયલમાં ચર્ચામાં રહે છે સૌના ચહિતા ગડા પરિવાર.
હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલમાં જેઠાલાલ એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે, કે ત્યાંથી બહાર નીકળવાનો કોઈપણ રસ્તો નથી મળી રહ્યો અને તેમના માથે મુસીબતનો પહાડ આવી જાય છે. હકીકતમાં જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ પર સંકટ આવી ગયો છે. ભોગીલાલ પાસેથી 50 લાખ રૂપિયા તો પાછા નથી મળી રહ્યા, એના લીધે જેઠાલાલે ગડા ઈલેક્ટ્રોનિક્સ વહેંચવાનો નિર્ણય લીધો છે. પોતાની દુકાન બચાવવા માટે જેઠાલાલે ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ ગયા છે.
ADVERTISEMENT
હવે જેઠાલાલે પોતાની ભચાઉની જમીન વહેંચીને પોતાની દુકાન બચાવવાના હતા. તેમ જ તેમણે પોતાના સાળા સુંદરલાલને વાત કરીને જમીનનો સોદો પણ નક્કી કરી લે છે. જેઠાલાલને લાગે છે કે બાપુજીનો જમીન વહેંચવાનો નિર્ણય ગડા ઈલેક્ટ્રોનિક્સ પર આવેલા આર્થિક સંકટને દૂર કરી દેશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ જ રાહતમાં જેઠાલાલ શાંતિથી અને સુકુનથી સૂવા જાય છે. પરંતુ સપનામાં પોતાના દાદાજીને જોઈને અચાનક ચોંકી જાય છે. તેઓ જેઠાલાલને ગડા પરિવારની જમીન વિશે વાતચીત કરે છે. બાદ દાદાજી જેઠાલાલને કંઈક એવી વાતો જણાવે છે, જે સાંભળીને જેઠાલાલનું મન બેચેન થઈ જાય છે. તેમ જ બીજી તરફ સુંદરલાલે જમીનનો સોદો પાક્કો કરી દીધો છે.
આખરે શું હશે પૂર્વજોની આ જમીનનો રહસ્ય, જેનાથી જેઠાલાલની ઉંઘ ઉડી ગઈ છે? શું સુંદરલાલે જમીનનો સોદો પાક્કો કરીને એડવાન્સ લઈ લીધા છે. જેઠાલાલના જીવનમાં મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. આખરે જેઠાલાલ આ બધી સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળશે, તે જોવું રોમાન્ચક રહેશે. પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આવનારા એપિસોડમાં જોવા મળશે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

