તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta ka ooltah Chashmah)માં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલ(Jennifer Mistry Bansiwal)દરરોજ શો વિશે નવા ખુલાસા કરી રહી છે. એવાામાં હવે ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજડા(Malav Rajada)એ ખુલાસો કર્યો છે,
માલવ રાજડા અને જેનિફર મિસ્ત્રી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta ka ooltah Chashmah)માં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલ(Jennifer Mistry Bansiwal)દરરોજ શો વિશે નવા ખુલાસા કરી રહી છે. ભૂતકાળમાં, જેનિફરે શોના નિર્માતાઓ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, ત્યારબાદ અસિત મોદી(Asit Modi)નું નિવેદન સામે આવ્યું હતું. જેનિફરના આરોપોનું ખંડન કરતા અસિત મોદીએ અભિનેત્રી પર અનુશાસનહીન હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જેનિફરના કારણે શૂટમાં વિલંબ થયો હતો. આટલું જ નહીં, અસિત મોદી વતી એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે જેનિફરને શૂટિંગ પૂરું કર્યા પછી જવાનું કહેવામાં આવ્યું ત્યારે તે ગુસ્સામાં જતી રહી હતી. હવે જેનિફર અને અસિત મોદીના નિવેદન પર શોના પૂર્વ નિર્દેશક માલવ રાજડાની પ્રતિક્રિયા આવી છે.
રોશન સોઢીને ભૂતપૂર્વ ડિરેક્ટરનું સમર્થન મળ્યુ
ADVERTISEMENT
14 વર્ષથી `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` શોનું નિર્દેશન કરનાર માલવ રાજડા(Malav Rajada)એ જેનિફરને સપોર્ટ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં માલવે કહ્યું કે તેણે જેનિફર સાથે 14 વર્ષ સુધી સેટ પર કામ કર્યું છે અને જેનિફરે ક્યારેય તેની સામે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. માલવે કહ્યું કે જેનિફર ક્યારેય દુર્વ્યવહાર કરતી નથી. માલવ રાજડાએ જેનિફર મિસ્ત્રીના વખાણ કરતા કહ્યું કે ક્યારેક એવું બનતું હતું કે શૂટિંગમાં મોડું ન થાય તો જેનિફર પોતાનો મેકઅપ અને હેરસ્ટાઈલ જાતે જ કરતી હતી.
આ પણ વાંચો: બે-ચાર લીડ ઍક્ટર્સને છોડીને સેટ પર સૌને માનસિક ત્રાસ આપવામાં આવે છે : જેનિફર
માલવે 14 વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નિર્દેશન કર્યું
માલવ રાજડાએ 14 વર્ષ સુધી તેનું દિગ્દર્શન કર્યા બાદ આ વર્ષે જાન્યુઆરીમાં શો છોડી દીધો હતો. માલવે જેનિફરના વર્તનના વખાણ કર્યા અને કહ્યું કે તે એવા લોકોમાંથી એક છે જે તમામ કલાકારો સાથે બેસીને ભોજન લેતી હતી. પોતાની વાત પૂરી કરતાં માલવે કહ્યું કે મને નથી લાગતું કે જે વ્યક્તિ દરેક સાથે ખાય છે તે સેટ પર કોઈની સાથે ખરાબ વર્તન કરશે. જણાવી દઈએ કે સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં મિસિસ રોશન સોઢીની ભૂમિકા નિભાવી રહેલી જેનિફરે શોના મેકર્સ પર ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે.