TMKOC: સીરિયલમાં આટલા મહિના બાદ દેખાઈ 'નટુકાકા'ની એક ઝલક, જુઓ તમે પણ
નટુકાકા
સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ સીરિયલ સૌથી વધારે પસંદ કરનારી ટીવી સીરિયલમાંથી એક છે. શૉના દરેક કલાકાર પોતાની એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. દરેક પાત્રની પોતાની એક અલગ જ વાર્તા છે, જે ફૅન્સને બાંધી રાખે છે.
સીરિયલમાં સૌથી એક પ્રિય પાત્ર પણ છે, એ છે નટુકાકા. નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) છેલ્લા ઘણા સમયથી શૉમાંથી ગેરહાજર રહ્યા હતા, પરંતુ હવે શૉમાં તે પાછા ફર્યા છે. શુક્રવાર એટલે 29 જૂલાઈના રોજ તેઓ ફરીથી સીરિયલમાં જોવા મળ્યા હતા. શૉના ડાયરેક્ટરે તેમની વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર, માલવ રાજડા (Malav Rajda)એ શનિવારે શૂટિંગ દરમિયાનની એક તસવીર શૅર કરી છે, જેમાં નટુકાકા દેખાઈ રહ્યા છે. સેટની તસવીરને શૅર કરતા માલવ રાજડાએ લખ્યું - તેઓ આખી ટીમ માટે એક પ્રેરણા છે....લવ યૂ નટુકાકા... અને સૌથી સારી વાત એ છે કે અમે બધા તેનાથી સંબંધિત છીએ 'પગાર કબ બઢેગી સેઠજી'.
દિગ્ગજ એક્ટર ઘનશ્યામ નાયકને કોરોના રોગચાળો અને તેમની સર્જરીના કારણે શૉની શૂટિંગથી દૂર રહેવું પડ્યું હતું. હકીકતમાં ઘનશ્યામ નાયકના ગળામાં એક ગાંઠ મળી આવી હતી. આ ગાંઠ વિશે જાણ થતા જ નટુકાકા સીધા ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે એની સર્જરી કરવાની સલાહ આપી હતી. આ સર્જરી બાદ તેમણે થોડા સમય માટે આરામ કર્યો અને ત્યાર બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 મહિનાના બાદ તેમણે ફરીથી શૂટિંગ કરી હતી.
જણાવી દઈએ કે નટુકાકાની વાપસી થઈ છે, ત્યારે ઘણા પાત્રોએ શૉને અલવિદા પણ કહીં દીધું છે. લૉકડાઉન બાદ જ્યારે શૉની શૂટિંગ ફરીથી શરૂ થઈ તો ઘણા પાત્રોએ કામ કરવાની ના પાડી દીધી હતા. તેમાંથી રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનાર ગુરૂચરણ સિંહ અને અંજલિ તારક મહેતાના રોલમાં જોવા મળી રહેલી નેહા મહેતાએ શૉ છોડી દીધો છે. સોઢીના રોલમાં બલવિન્દર સૂરી અને અંજલિ મહેતાના રોલમાં સુનૈના ફોજદારે એન્ટ્રી મારી છે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે થયેલા લૉકડાઉનના લીધે શરૂઆતમાં જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

