ગુરુચરણ સિંહે પચીસ દિવસ ઘરથી દૂર આવી રીતે કર્યા પસાર
ફાઇલ તસવીર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનો રોલ કરનાર ગુરુચરણ સિંહ એપ્રિલમાં ઘરથી દૂર જતો રહ્યો હતો. તે બાવીસ એપ્રિલે દિલ્હીમાં રહેતા તેના પેરન્ટ્સના ઘરેથી મુંબઈ આવવા નીકળ્યો હતો પરંતુ મુંબઈ આવવાને બદલે તેણે વિવિધ ગુરદ્વારાની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન કેવી રીતે દિવસો પસાર કર્યા હતા એ વિશે ગુરુચરણ કહે છે, ‘મને પ્રવાસ દરમ્યાન ઊંઘ મળે એ માટે હું જનરલ કમ્પાર્ટમેન્ટની ટિકિટ લેતો હતો. હું ક્યારેક રેલવે પ્લૅટફૉર્મ પર કાં તો બસ-સ્ટૉપ પર રાતે ઊંઘી જતો હતો. ટિકિટ-કલેક્ટર્સ પણ મને ઓળખી નહોતા શક્યા.’
કપડાંની વ્યવસ્થા કઈ રીતે કરી હતી એ વિશે પૂછવામાં આવતાં ગુરુચરણ કહે છે, ‘હું એકાદ-બે દિવસે મારું ટી-શર્ટ ધોઈને પહેરી લેતો હતો. મારી પાસે એના સિવાય બીજો કોઈ પર્યાય નહોતો અને મેં એક જ ટ્રાઉઝર ૧૭ દિવસ સુધી પહેર્યું હતું.’