જેઠાલાલે બબીતાજીને કહીં દીધું 'I Love You', સાંભળીને ચોંકી ગયા બાપુજી
જેઠાલાલ અને બબીતાજી
સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને ભિડે સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. સીરિયલમાં હંમેશા ચર્ચામાં રહે છે ગડા પરિવાર. સાથે જ બબીતાજી અને જેઠાલાલની કેમિસ્ટ્રી બધાને જોવી ગમે છે.
ADVERTISEMENT
હંમેશા બબીતાજીને જોઈને ઘાયલ થનારા જેઠાલાલે આખરે પોતાના મનની વાત કહીં દીધી છે. હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ (Jethalal) બબીતાજી (Babitaji)ને 'આઈ લવ યૂ' (I Love You)કહેવાના છે. બબીતાજી આ વાત ખૂબ જ શાંતિથી સાંભળે છે અને તે સ્માઈલ આપી રહી છે. તેને લાગે છે કે જાણે જેઠાલાલ આ વાત હકીકતમાં કહી રહ્યા છે.
જેઠાલાલ માટે આ બધુ સારું રહ્યું હતું પરંતુ એમની વાત સાંભળીને જેઠાલાલની પાછળ ઉભા રહીને સાંભળનારા તેમના બાપુજી સાંભળી લે છે. પણ જેઠાલાલ અને બબીતાજી એવું જતાવે છે જાણે કંઈ થયું જ નથી અને આ જોઈને ચંપકલાલ ગુસ્સામાં લાલ પીળા થઈ જાય છે.
શું આ બધું ખરેખર બન્યું છે કે જેઠાલાલને આવેલું પાછું એક સપનું છે? એ બધું તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં આવનારા એપિસોડમાં જોવા મળશે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

