શોના શૂટિંગ વિશે વાત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘મેં આ શોના કેટલાક એપિસોડ જોયા છે તેમ જ આ શોનું ટાઇટલ-સૉન્ગ પણ મને ખૂબ જ પસંદ છે
તપસી પન્નુ અને નકુલ મહેતા
તાપસી પન્નુ હવે ‘બડે અચ્છે લગતે હૈં ૨’માં જોવા મળશે. આ શોમાં તે તેની ‘દોબારા’ને પ્રમોટ કરવા માટે ગઈ હતી. આ શોના હૉસ્પિટલના દૃશ્યમાં તે નકુલ મહેતાની સાથે જોવા મળશે. શોના શૂટિંગ વિશે વાત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘મેં આ શોના કેટલાક એપિસોડ જોયા છે તેમ જ આ શોનું ટાઇટલ-સૉન્ગ પણ મને ખૂબ જ પસંદ છે. અમે ટીવી પર જે શો જોઈએ છે એના સેટ પર જઈને શૂટિંગ કરવાનો અનુભવ જ અલગ હોય છે. ફિલ્મના સેટ પરની અને ટીવી-સિરિયલની વર્કિંગ સ્ટાઇલ એકદમ અલગ છે. મારા માટે પણ આ એક નવો અનુભવ હતો. નકુલ પણ પોતે એક સ્ટાર છે. આ શોનો પાર્ટ બનવાની મને ખુશી છે અને લોકોને એ પસંદ પડશે એવી આશા છે.’