Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂત મારો ગુરુ હતો : અંકિતા લોખંડે

સુશાંત સિંહ રાજપૂત મારો ગુરુ હતો : અંકિતા લોખંડે

Published : 02 September, 2022 03:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં સાધના અને કોરિયોગ્રાફર ભરતના ‘યાદેં યાદ આતી હૈ’એ દરેકનું અટેન્શન ખેંચ્યું હતું

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


અંકિતા લોખંડે હાલમાં જ એક્સ-બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના ટ્રિબ્યુટને જોઈને રડી પડી હતી. તે ‘ડીઆઇડી - સુપર મૉમ્સ’માં મહેમાન તરીકે ગઈ હતી, જેને રેમો ડિસોઝા, ભાગ્યશ્રી અને ઊર્મિલા માતોન્ડકર જજ કરી રહ્યાં છે. આ શોમાં અંકિતાની સાથે ‘પવિત્ર રિશ્તા’માં જોવા મળનારી ઉષા નાડકર્ણી પણ જોવા મળી હતી. ઊર્મિલા શોમાં ઉષાને પગે પણ લાગતી જોવા મળી હતી. આ શોમાં સાધના અને કોરિયોગ્રાફર ભરતના ‘યાદેં યાદ આતી હૈ’એ દરેકનું અટેન્શન ખેંચ્યું હતું. આ ગીત પર સુશાંતને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું હતું. આ જોઈને અંકિતા રડી પડી હતી. અંકિતાએ કહ્યું હતું કે ‘મારા માટે આ ખૂબ જ ઇમોશનલ ઍક્ટ હતું. સુશાંત જે દિવસે આપણને છોડીને ગયો એ દિવસે મને લાગે છે કે આપણે તેને વધુ યાદ કરતાં થઈ ગયા હતા. તેણે જે કામ કર્યું છે એના પર મને ગર્વ છે. મેં મારી લાઇફમાં જેટલાને પણ જોયા છે એના કરતાં સુશાંત ઍક્ટિંગમાં ખૂબ જ મહેનત કરતો હતો. શરૂઆતમાં મને આઇડિયા નહોતો કે ઍક્ટિંગ શું છે. સુશાંત જો ન હોત તો આજે હું અહીં ન હોત. તે મારો ગુરુ હતો. તે આજે જ્યાં પણ હશે ત્યાં તેને ખુશી મળે એવી જ પ્રાર્થના છે. ભગવાનની તેના પર કૃપા રહે.’


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2022 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK