ટિકટૉક સામે ઊભી થયેલી ઍપ પર આવ્યો સુરેશ રૈના, એમએક્સ ટકાટક પર સેલિબ્રિટીની ડબલ સેન્ચુરી પૂરી
સુરેશ રૈના
ચાઇનીઝ ઍપ ‘ટિકટૉક’ યાદ છેને, ચાઇનાએ કરેલા બૉર્ડર પરના ઇલીગલ અટૅક પછી ચાઇનીઝ ઍપ બંધ થઈ એમાં આ ‘ટિકટૉક’ પણ બંધ થઈ અને એની સામે ડિજિટલ પ્લૅટફૉર્મ આપતા ‘એમએક્સ પ્લેયર’એ ‘એમએક્સ ટકાટક’ શરૂ કરીને ટૂંકા સમયગાળામાં ઍપ સુપરહિટ થઈ. આ ઍપ પર હવે ઇન્ડિયન ક્રિકેટર સુરેશ રૈના પણ જોડાયો છે. સુરેશ રૈનાએ કહ્યું કે ‘ટૂંકા વિડિયોમાં જો કોઈ ઍપ્લિકેશન બેસ્ટ હોય તો એ આ છે. મને નથી લાગતું કે હવે કોઈ આ ઍપને બીટ કરી શકે.’
સુરેશ રૈના સાથે ઇન્ડિયન સેલિબ્રિટીમાં એમએક્સ ટકાટકે ડબલ સેન્ચુરી પૂરી કરી છે. અત્યાર સુધી કુલ ૨૦૦ સેલિબ્રિટીઝ આ ઍપમાં જૉઇન થઈ છે. ટકાટકનો ટાર્ગેટ છે કે આવતા એક મહિનામાં વધુ ૧૦૦ જેટલી સેલિબ્રિટીને ઍપમાં જૉઇન કરવી. અત્યારે રોહિત શેટ્ટી અને અમિતાભ બચ્ચન સાથે ઑલરેડી ઍપ્લિકેશન મૅનેજમેન્ટની વાત ચાલી રહી છે.