કપિલ શર્મા શૉના જાણીતા કૉમેડિયનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તાની સાઈડમાં ધોકો મારીને કપડાં ધોતા જોવા મળી રહ્યો છે.
સુનીલ ગ્રોવર (ફાઈલ તસવીરો)
કપિલ શર્મા શૉના જાણીતા કૉમેડિયનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તાની સાઈડમાં ધોકો મારીને કપડાં ધોતા જોવા મળી રહ્યો છે.
આ જાણીતો કૉમેડિયન એક સમયે કપિલ શર્મા શૉનો જીવ છે એવું માનવામાં આવતું હતું. તેની કૉમેડી પર લાંબો સમય સુધી તાળીઓનો ગડગડાટ સંભળાતો. આ કૉમેડિયનના વનલાઈનર જબરજસ્ત કામ કરતા હતા. પણ પછીથી કંઈક એવું થયું કે આ કૉમેડિયને કપિલ શર્મા શૉને અલવિદા કહી દીધું. હવે આ એક્ટર શાહરુખ ખાન સાથે જવાન ફિલ્મમાં પણ જોવા મળવાનો છે. પણ આ જાણીતા કૉમેડિયન-એક્ટરે એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે રસ્તાના કિનારે ધોકો લઈને કપડાં ધોતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ સરસ છે. આમ તો એખ્ટર ઘણાં સમયથી આ પ્રકારના અનેક વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી રહ્યા છે.
ADVERTISEMENT
જાણીતા કૉમેડિયન અને જવાનના એક્ટર સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરતા લખ્યું છે, "મારું ગમતું કામ કરતા." આ રીતે આ વીડિયોમાં સુનીલ ગ્રોવરને કપડાં ધોતા જોઈ શકાય છે. તે ધોકો મારતા જાય છે અને કપડાં ધોતા જાય છે. આ વીડિયો પર ચાહકોએ અનેક કોમેન્ટ્સ પણ કરી છે. એક કોમેન્ટ એવી છે, "વાહ, સફેદીની ચમક! કયો સાબુ છે." આ રીતે રસપ્રદ વીડિયો પર અનેક સારી કોમેન્ટ્સ આવી રહી છે.
ધ કપિલ શર્મા શૉ દ્વારા જાણીતા થયેલા ગુલાટી ઘરે-ઘરે પૉપ્યુલર એવા સુનીલ ગ્રોવર ટેલીવિઝન જગતથી દૂર હોય, પણ સોશિયલ મીડિયા પર તે સતત પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તે ટૂંક સમયમાં જ શાહરુખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ `જવાન`માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
આ ફિલ્મનું ગુરુવારે ટ્રેલર રિલીઝ થયું. `જવાન`નું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે તાજેતરમાં કૉમેડિયન સુનીલ ગ્રોવરનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં તે રસ્તા પર કપડાં ધોતો જોવા મળે છે.
ટબ ભરીને `મશહૂર ગુલાટી`એ ધોયા કપડાં
સુનીલ ગ્રોવરના ડાઉન ટૂ અર્થ નેચરને કારણે તે ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે. મોટાભાગે કોઇકને કોઇક એવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. તાજેતરમાં જ સુનીલ ગ્રોવરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો, જે જોત-જોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.
આ વીડિયોમાં સુનીલ ગ્રોવર રસ્તાની સાઈડમાં આવેલી ટંકી નજીક પોતાના કપડાં ધોતા જોવા મળે છે. તેની પાસે એક ટબ ભરેલું છે, જેમાં કપડાં પડ્યા છે. આસપાસ જમીન પર પણ કપડા પાથરેલા છે. તે ધોકાથી કપડાં ધોતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શૅર કરતા સુનીલ ગ્રોવરે કૅપ્શનમાં લખ્યું છે, "હું મારું ગમતું કામ કરી રહ્યો છું."
સુનીલ ગ્રોવર શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં પણ કામ કરી રહ્યા છે. સુનીલ ગ્રોવર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ `સનફ્લૉવર`માં પણ જોવા મળ્યા હતા. તે એમેઝૉન પ્રાઈમ વીડિયોના કૉમેડી શૉ `એલઓએલ-હસે તો ફસે`માં પણ જોવા મળી ચૂક્યા છે. સુનીલ ગ્રોવરે `તાંડવ` વેબ સીરિઝમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું છે.