તેણે ‘રિશ્તે’, ‘દિશાએં’, ‘એક વીર કી અરદાસ...વીરા’ અને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’માં કામ કર્યું હતું.
સુધાંશુ પાંડે
‘અનુપમા’માં વનરાજ શાહના રોલમાં દેખાતા સુધાંશુ પાંડેએ જણાવ્યું છે કે અનેક મોટા પ્રોજેક્ટ્સ તેના હાથમાંથી જતા રહ્યા હતા. તેનું કહેવું છે કે તે મેકર્સની શરતોને માન્ય ન કરતો હોવાથી પ્રોજેક્ટ્સ છૂટી ગયા હતા. તેણે ‘રિશ્તે’, ‘દિશાએં’, ‘એક વીર કી અરદાસ...વીરા’ અને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’માં કામ કર્યું હતું. પ્રોજેક્ટ્સ ગુમાવવાનું ખરું કારણ જણાવતાં સુધાંશુ પાંડેએ કહ્યું કે ‘મને અનેક મોટા પ્રોજેક્ટ્સ ઑફર કરવામાં આવ્યા હતા. મને અનેક પ્રોજેક્ટ્સમાં લીડ રોલ આપવામાં આવતો હતો. આમ છતાં તેમની કેટલીક શરતો હતી, જેના પર હું સહમત નહોતો. વાત એમ છે કે અમે સેલ્ફ-મેડ લોકો છીએ અને એને કારણે હું ખોટાં કારણો આગળ મારું માથું નહીં નમાવું. મારી પાસેથી જે વસ્તુની અપેક્ષા રાખવામાં આવી હતી એ માટે મેં ના પાડી અને આ જ કારણસર મારા હાથમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ જતા રહ્યા હતા.’