તેને કિડનૅપ કરવામાં આવેલો અને તેનો મોબાઇલ પણ સતત બંધ આવતાં તેની ગભરાઈ ગયેલી પત્નીએ આ સંદર્ભે પોલીસમાં તે મિસિંગ હોવાની ફરિયાદ કરી હતી
સુનીલ પાલ
સ્ટૅન્ડઅપ કૉમેડિયન સુનીલ પાલ, જે બિહારના પટનામાં એક શો કરવા ગયો હતો તે મંગળવારે મિસિંગ હતો. તેને કિડનૅપ કરવામાં આવેલો અને તેનો મોબાઇલ પણ સતત બંધ આવતાં તેની ગભરાઈ ગયેલી પત્નીએ આ સંદર્ભે પોલીસમાં તે મિસિંગ હોવાની ફરિયાદ કરી હતી. હવે તે હેમખેમ પાછો આવી ગયો છે. જોકે એક્ઝૅક્ટ્લી તેની સાથે શું થયું એ વિશે તેણે પોલીસને જાણ કરી છે. તેની પત્ની સરિતાએ કહ્યું છે કે ‘તેમનું અપહરણ થયું હતું, જોકે હવે તે હેમખેમ પાછા આવી ગયા છે. આ બાબતે સુનીલે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે. હાલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ અને અન્ય કાર્યવાહી ચાલુ છે. પોલીસ અમને પરવાનગી આપશે તો અમે એ વિશે માહિતી આપી શકીશું.’