‘બિગ બૉસ 16’માં શ્રીજિતા ડે અને વિકાસ મનકતાલાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. શ્રીજિતા ડે આ શોમાં પહેલાં પણ જોવા મળી હતી, પરંતુ તે ઇવિક્ટ થઈ ગઈ હતી.
શ્રીજિતા ડે અને વિકાસ મનકતાલા
‘બિગ બૉસ 16’માં શ્રીજિતા ડે અને વિકાસ મનકતાલાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. શ્રીજિતા ડે આ શોમાં પહેલાં પણ જોવા મળી હતી, પરંતુ તે ઇવિક્ટ થઈ ગઈ હતી. જોકે હવે તેઓ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી રહ્યાં છે. કલર્સ દ્વારા હાલમાં જ એક પ્રોમો લૉન્ચ કરવામાં આવ્યો છે જેમાં શ્રીજિતા જોવા મળી રહી છે. તે શાલીન ભનોતને ભેટતી જોવા મળી રહી છે. ગુસ્સામાં ટીના તેમના તરફ જઈ રહી હોય છે ત્યારે શ્રીજિતા કહે છે કે હવે હું શાલીનને ભેટી શકું છું. આ સાથે જ વિકાસ મનકતાલાની પણ એન્ટ્રી થઈ છે. તે ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’માં અમર હુડાના પાત્રમાં જોવા મળ્યો હતો.