Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઍડ્રેસ ટેલિકાસ્ટ કરતાં ‘બિગ બૉસ’ પર સવાલ ઉઠાવ્યા શ્રીજિતા ડેના ​ફિયાન્સે

ઍડ્રેસ ટેલિકાસ્ટ કરતાં ‘બિગ બૉસ’ પર સવાલ ઉઠાવ્યા શ્રીજિતા ડેના ​ફિયાન્સે

Published : 21 December, 2022 03:59 PM | Modified : 21 December, 2022 04:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં ટીના દત્તા અને શ્રીજિતાનું બિલકુલ નથી બનતું

શ્રીજિતા ડે

શ્રીજિતા ડે


શ્રીજિતા ડેના ફિયાન્સે માઇકલ બ્લોમ-પૅપે ‘બિગ બૉસ 16’ મેકર્સ પર સવાલ ઉઠાવ્યા છે. આ શોમાં ટીના દત્તા અને શ્રીજિતાનું બિલકુલ નથી બનતું. તેઓ હંમેશાં એકબીજા સાથે ટક્કર લેતાં જોવા મળ્યાં છે. જોકે હાલમાં જ ટીના દત્તા દ્વારા શ્રીજિતાનું ઍડ્રેસ જાહેર કરવામાં આવતાં શોના મેકર્સ પર માઇકલે સવાલ ઉઠાવ્યા છે. ટીનાએ શોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી વિકાસ માણકટાલા સાથે વાતચીત દરમ્યાન તેનું ઍડ્રેસ કહ્યું હતું, જે ટેલિકાસ્ટ થઈ ગયું હતું. આ ઍડ્રેસને ટેલિકાસ્ટ કરવામાં આવતાં પ્રાઇવસી અને સિક્યૉરિટીને લઈને માઇકલે સવાલ ઉઠાવ્યા છે. ‘બિગ બૉસ’ના મેકર્સ અને કલર્સ ચૅનલને ટૅગ કરતાં માઇકલે ટ્વીટ કર્યું હતું કે ‘બિગ બૉસ દ્વારા નૅશનલ ટીવી પર સ્પર્ધકનું ઍડ્રેસ લીક થતાં હું ખૂબ જ શૉક્ડ છું. જો ગાળ બોલવામાં આવે તો એને બીપ કરી દેવામાં આવે છે તો પછી સિક્યૉરિટી અને પ્રાઇવસીને કેમ મહત્ત્વ આપવામાં નથી આવતું? શ્રીજિતા ડે એનાથી ખુશ નહીં થાય, કારણ કે અમે બન્ને નથી ઇચ્છતાં કે દુનિયાને ખબર પડે કે અમે ક્યાં રહીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK