MTV સ્પ્લિટ્સવિલા X4’ને લગભગ એક મહિના સુધી ગોવામાં શૂટ કરવામાં આવ્યો છે
SplitsVilla X4
અર્જુન બિજલાની
અર્જુન બિજલાણી ‘MTV સ્પ્લિટ્સવિલા X4’ને લઈને નર્વસ અને એક્સાઇટેડ છે. આ શોને તે સની લીઓની સાથે મળીને હોસ્ટ કરે છે. અર્જુન અત્યાર સુધી અનેક શો અને અવૉર્ડ સેરેમનીને હોસ્ટ કરતો આવ્યો છે. સાથે જ તે કેટલીયે સિરિયલમાં પણ દેખાયો છે. ‘MTV સ્પ્લિટ્સવિલા X4’ને લગભગ એક મહિના સુધી ગોવામાં શૂટ કરવામાં આવ્યો છે. આ શો વિશે અર્જુન બિજલાણીએ કહ્યું કે ‘આ શો મારા દિલની ખૂબ નજીક છે. શો હોસ્ટ કરવાની પણ મજા આવી. હું પહેલી વખત ‘સ્પ્લિટ્સવિલા’ને હોસ્ટ કરી રહ્યો છું. ‘સ્પ્લિટ્સવિલા’ને હોસ્ટ કરવું એ મોટી જવાબદારી છે. હું નર્વસની સાથે એક્સાઇટેડ પણ છું. હું સ્પર્ધકોનો મેન્ટર પણ છું અને તેમની વચ્ચે કનેક્શન જાળવી રાખવાની જવાબદારી પણ મોટી લાગે છે. ‘સ્પ્લિટ્સવિલા’ એક એવું સ્થળ છે જ્યાં કનેક્શન થાય છે અને નવાં રિલેશન બને છે. એક હોસ્ટ અને એક મેન્ટર તરીકે હું એટલું જરૂર કહીશ કે આ આખો અનુભવ મજેદાર રહ્યો છે. એમાં ખૂબ ડ્રામા, ફન, ગેમ્સ અને ટાસ્ક સમાયેલાં છે જે લોકોને મનોરંજન આપશે. સાથે જ તેમને સારી રીતે સમજી શકું એ માટે હું તેમની સાથે પર્સનલ લેવલ પર ચર્ચા કરું છું.’