સોની ટીવીનો શૉ `ક્રાઈમ પેટ્રોલ` હાલ ચર્ચામાં છવાયેલો છે. તાજેતરના જ એક એપિસોડને કારણે ચેનલને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શૉમાં શ્રદ્ધા વૉલકર અને આફતાબ પૂનાવાલાના કેસ જેવી જ સ્ટોરી બતાવવામાં આવી હતી, જેના પછી લોકોનો ગુસ્સો જોવા મળ્યો.
પ્રતીકાત્મક તસવીર
સોની ટીવીનો શૉ `ક્રાઈમ પેટ્રોલ` હાલ ચર્ચામાં છવાયેલો છે. તાજેતરના જ એક એપિસોડને કારણે ચેનલને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હકિકતે, શૉમાં શ્રદ્ધા વૉલકર અને આફતાબ પૂનાવાલાના કેસ જેવી જ સ્ટોરી બતાવવામાં આવી હતી, જેના પછી લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. તો હવે આમાં સોની ટીવીએ એક નિવેદન જાહેર કર્યો છે, જેમાં તે શ્રદ્ધા વૉલકર અને આફતાબ પૂનાવાલાના કેસ સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાની ના પાડી છે.
એએનઆઈના રિપૉર્ટ પ્રમાણે, સોની ટીવીએ પોતાના ટ્વિટર માધ્યમે એક નિવેદન જાહેર કરતા લખ્યું, આ `કાલ્પનિક સ્ટોરી છે અને આનો કેટલોક ભાગ 2011ની એક ઘટના પર આધારિત હતો.` આગળ ચેનલે લખ્યું, "કેટલાક દર્શકોએ સોશિયલ મીડિયા પર SETના `ક્રાઈમ પેટ્રોલ` શૉના તાજેતરમાં આવેલા એપિસોડ વિશે ટિપ્પણી કરી છે, દે મીડિયામાં રિપૉર્ટ કરવામાં આવેલી ઘટના જેવી છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે આ એપિસોડ કાલ્પનિક છે. પણ આમાં બતાવવામાં આવેલ ઘટનાનો અમુક ભાગ 2011ની ઘટના પર આધારિત છે. ન કે અત્યારના કોઈ કેસ સાથે જોડાયેલ છે."
ADVERTISEMENT
— Sony LIV (@SonyLIV) January 2, 2023
ચેનલે આગળ લખ્યું, "અમે દરેક રીતે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારું કોન્ટેન્ટ નિયામક નિકાય દ્વારા નિર્ધારિત પ્રસારણ માનક પર ખરું ઉતરે. જો કે, આ મામલે દર્શકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓનું અમે સન્માન કરીએ છીએ. આથી અમે એપિસોડનું પ્રસારણ અટકાવી દીધું છે. જો કોઈપણ દર્શકની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો અમે પ્રમાણિકતાથી આ માટે માફી માગીએ છીએ."
આ પણ વાંચો : સિનેમાહૉલની અંદર આપવું પડશે સાફ પાણી, જાણો સુપ્રીમ કૉર્ટે શું કહ્યું?
જણાવવાનું કે ક્રાઈમ પેટ્રોલના તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા એક અપિસોડની સ્ટોરીમાં શ્રદ્ધા વૉલકરની હત્યા કેસ સાથે ખૂબ જ સમાનતા જોવા મળી હતી. જો કે, એપિસોડમાં નામ અને જગ્યા બદલી દેવામાં આવી હતી. પણ સ્ટોરી મોટાભાગે સરખી લાગતી હતી. આ કારણે દર્શકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.