સોનાલી સહગલ અને આશિષ સજનાનીની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીએ હાજરી નોંધાવી હતી. સોનાલી સહગલે ૨૦૧૧માં આવેલી ‘પ્યાર કા પંચનામા’થી કરીઅરની શરૂઆત કરી હતી.
આશિષ સજનાની
સોનાલી સહગલ અને આશિષ સજનાનીની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીએ હાજરી નોંધાવી હતી. સોનાલી સહગલે ૨૦૧૧માં આવેલી ‘પ્યાર કા પંચનામા’થી કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આશિષ હોટેલિયર છે. તેમને મેંદી મૂકવા માટે સેલિબ્રિટી મેંદી આર્ટિસ્ટ વીણા નાગડા પહોંચ્યાં હતાં. તેમણે સોનાલી અને આશિષ બન્નેના હાથમાં મેંદી મૂકી હતી. સાથે જ તેમની ફૅમિલીને પણ મેંદી મૂકી હતી. એના એક્સક્લુઝિવ ફોટો માત્ર મિડ-ડે પાસે છે. પોતાની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં બન્ને સાથે આવ્યાં હતાં અને તેમને પંજાબી ઢોલના તાલે વેલકમ કરવામાં આવ્યાં હતાં. બાદમાં સૌએ ડીજે અને ગઝલ નાઇટનો ભરપૂર આનંદ લીધો હતો. આ બન્ને આજે મુંબઈમાં લગ્ન કરવાનાં છે. તેમનાં લગ્નમાં માત્ર નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજર રહેશે. બન્નેએ લગ્નની માહિતી ક્યાંય બહાર નહોતી પાડી. ગુપચૂપ મેંદી અને સંગીત સેરેમનીનું આયોજન રાખ્યું હતું. આ સેલિબ્રેશનમાં કરણ ગ્રોવર, પોપી જબ્બલ, શમા સિકંદર, રાય લક્ષ્મી, સુમોના ચક્રવર્તી, કુણાલ અગરવાલ અને રોહન ગંડોત્રા સહિત અનેકે ઇવેન્ટને એન્જૉય કરી હતી. સોનાલીએ પોતાની લાઇફને પ્રાઇવેટ રાખી છે. મેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ કહ્યું કે ‘સોનાલીને જ્યોમેટ્રી પસંદ હોવાથી તેણે પોતાના હાથ માટે ટ્રાયેન્ગલ અને સ્ક્વેરની મેંદી મુકાવી હતી. તેણે અગાઉથી કસ્ટમાઇઝ ડિઝાઇનનું બુકિંગ કરાવ્યું હતું. સાથે જ હાથમાં શુક્ર અને સબ્ર પણ લખાવ્યું હતું.’