કલર્સની આગામી સીરિયલ `સિર્ફ તુમ` આવું જ કઈંક લઈને આવી રહી છે, જેમાં રણવીર ઓબેરોય અને સુહાની શર્માની પ્રેમ સફર બતાવવામાં આવી છે.
સિર્ફ તુમ સીરિયલના નાયક અને નાયિકા( તસવીરઃ PR)
પ્રેમ શાશ્વત છે એ વાક્યને સાર્થક કરતી કલર્સ પર એક ટીવી સીરિયલ આવી રહી છે. તે એવી લાગણી છે જે એટલી શક્તિશાળી છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ તેને અવગણી શકે નહીં. પરંતુ શું થાય છે જ્યારે કોઈના પ્રેમની કોઈ મર્યાદા ન હોય, અને તે ગાંડપણને વેગ આપે છે? કલર્સની આગામી સીરિયલ `સિર્ફ તુમ` (Sirf Tum)આવું જ કઈંક લઈને આવી રહી છે, જેમાં રણવીર ઓબેરોય અને સુહાની શર્માની પ્રેમ સફર બતાવવામાં આવી છે. જે બંને આગ અને પાણી જેમ વિરોધાભાસ છે, પરંતુ તેમનો પ્રેમ સામાન્ય નથી.
રણવીર ઉગ્ર, ઉત્સાહી અને આવેગજન્ય છે જે તેને જે જોઈએ છે તે મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે જ્યારે સુહાની નરમ, સરળ અને શાંતિનું પ્રતિક છે. જ્યારે રણવીર સુહાનીના પ્રેમમાં પડે છે, ત્યારે તેના પ્રત્યેનો તેનો જુસ્સો તેને કબજે કરે છે અને આમ લાગણીઓના વંટોળથી ભરેલી તેમની ત પ્રેમકથા શરૂ થાય છે. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ શોમાં ઓન-સ્ક્રીન જાદુનું સંપૂર્ણ મિશ્રણ છે જે અસામાન્ય અને ઉત્તેજક બનવે છે. રણવીરનું પાત્ર વિવિયન ડીસેના ભજવી રહ્યાં છે તો સુહાનીના રોલમાં એશા સિંઘની છે. આ સીરિયલનું પ્રીમિયર 15મી નવેમ્બર, સોમવારના રોજ થશે.
ADVERTISEMENT
શોના લોન્ચિંગ પર તેમના વિચારો શેર કરતા, નીના ઈલાવિયા જયપુરિયા, હેડ, હિન્દી માસ એન્ટરટેઈનમેન્ટ એન્ડ કિડ્સ ટીવી નેટવર્ક વાયાકોમ 18 કહે છે, `કલર્સ પર અમે અમારા દર્શકો સુધી તાજગીપૂર્ણ, આરોગ્યપ્રદ અને વૈવિધ્યસભર ફિક્શન અને નોન-ફિક્શન સામગ્રી પહોંચાડવા માટે તત્પર છીએ. પ્રેમ કથાઓની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે અને દર્શકો સાથે મજબૂત કનેક્શન આપે છે અને `સિર્ફ તુમ` બે વિરોધી વ્યક્તિત્વ, મૂલ્યો અને વિશ્વની આવી જ એક વાર્તા છે.
દેહરાદૂનના સુંદર વિસ્તારોમાં મેડિકલ કૉલેજની પૃષ્ઠભૂમિ સામે શૂટ કરવામાં આવેલી સિરિયલ `સિર્ફ તુમ` રણવીર અને સુહાની વચ્ચેના જટિલ સંબંધો વિશે છે. આ બંને એક પઝલના બે ટુકડા છે જે એકસાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. સુહાની એક સાદી છોકરી છે જે તેના પિતાના ડરના પડછાયામાં રહે છે અને હંમેશા તેના પરિવારની ઇચ્છાઓનું પાલન કરે છે. જ્યારે તેણી ડોકટર બનવાનું અને તેણીના સપનાને સાકાર કરવા માટે મેડિકલ કોલેજમાં જવાનું નક્કી કરે છે, ત્યારે તેના પિતા તેને માત્ર આ શરતે જ પરવાનગી આપે છે કે તેનું ધ્યાન ફક્ત તેના અભ્યાસ પર જ રહેશે. પરંતુ નિયતિને કંઈક બીજું મંજૂર થાય છે, જ્યારે તેણી રણવીરને મળે છે, જે તેનાથી વિપરીત, ગુસ્સે અને લાગણીશીલ વ્યક્તિ છે. તે દિલથી સારો છે અને તેની ઈચ્છાઓ પાછળ દોડે છે. તે પોતાની જીભમાં મક્કમ છે અને પોતાના પ્રિયજનોની ખાતર કોઈપણ હદે જઈ શકે છે. ભાગ્ય રણવીર અને સુહાનીને સાથે લાવે છે અને એક નવી લવ સ્ટોરી શરૂ થાય છે.