પારસ છાબડા અને આસિમ રિયાઝ હવે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે
પારસ છાબડા, આસિમ રિયાઝ
બીજી સપ્ટેમ્બરના રોજ ‘બિગ બૉસ’ સિઝન ૧૩ના વિજેતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું હાર્ટ એટેકથી અચાનક નિધન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુ પછી તેના ફેન્સ સહિત સેલેબ્ઝને પણ મોટો ઝટકો લાગ્યો છે. અભિનેતાના નિધન પછી ઘણા સેલેબ્સ જીવન અને મૃત્યુની અનિશ્ચિતતામાંથી બોધપાઠ લઈ રહ્યા છે અને ફરિયાદોને દૂર કરીને મિત્રતાનો હાથ લંબાવી રહ્યાં છે. આ યાદીમાં પારસ છાબડા (Paras Chhabra) અને આસિમ રિયાઝ (Asim Riaz)ના નામ પણ ઉમેરાયા છે.
પારસ છાબડા અને આસિમ રિયાઝ બન્નેએ ‘બિગ બૉસ’ સિઝન ૧૩માં ભાગ લીધો હતો. ત્યાં જ તેમની દુશ્મની જોવા મળી હતી. પારસ અને આસીમના સંબંધો ક્યારેય મૈત્રીપૂર્ણ નહોતા. તેમની વચ્ચે હંમેશા તણાવ રહેતો હતો. બન્ને એકબીજાને નીચું દેખાડવાનો એકપણ મોકો છોડતા નહોતા. પણ હવે બન્ને મિત્રો બની ગયા છે અને ફેન્સને સરપ્રાઈઝ આપી છે.
ADVERTISEMENT
પારસ અને આસિમના સંબંધોમાં આવેલો આ મોટો બદલાવ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી જોવા મળ્યો છે. બન્ને જણા સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા સ્મશાન પહોંચ્યા હતા. ત્યારે બન્નેની મુલાકાત થઈ. તે જ દિવસે, બન્નેએ ફરિયાદો ભૂલીને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. બન્ને હવે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરે છે. એટલું જ નહીં, પારસ છાબરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આસીમ રિયાઝના નવા મ્યુઝિક વીડિયોને શૅર કર્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં પારસે કહ્યું હતું કે, ‘સિદ્ધાર્થના નિધનના સમાચાર મળ્યા તે દિવસે હું સવારથી જ હતાશ હતો અને બેચેની અનુભવી રહ્યો હતો. જે બન્યું એ બહુ આઘાતજનક હતું. સમાચાર સાંભળ્યા બાદ મેં તરત જ સિદ્ધાર્થના ઘરે જવાનું નક્કી કર્યું. ત્યા હું આસિમ રિયાઝને મળ્યો. બિગ બૉસના ઘરમાંથી બહાર આવ્યા બાદ હું પહેલીવાર તેને મળ્યો હતો. તે બહુ ભાવુક ક્ષણ હતી. જ્યારે અમે બન્નેએ એકબીજાને જોયા અને અમારી લાગણી પર કાબુ ન રાખી શક્યા અને તરત જ ગળે મળી લીધું. ત્યારે આસિમ બોલ્યો કે, “મળવાનું તો નક્કી જ હતું. પણ આ રીતે નહોતું મળવું”. બસ પછી અમે નક્કી કર્યું કે ભૂતકાળની દુશ્મનાવટને ભુલીને મિત્રતા કરી લેવી જોઈએ. સાથે જ અમે સંપર્કમાં રહેવાનું અને હંમેશા મળતા રહેવાનું વચન આપ્યું હતું.’
સિદ્ધાર્થ શુક્લાની વિદાયનું દુઃખ ક્યારેય ઓછું નથી થવાનું. પરંતુ તેના મૃત્યુએ જીવનના ઘણા પાઠ ભણાવ્યા છે, એ બહુ મોટી વાત છે.

