આખરે ડૅડ દુલ્હન સાથે પરણી રહ્યા છે!
શ્વેતા તિવારી
સોની ટીવીના શો ‘મેરે ડૅડ કી દુલ્હન’માં ગુનીત (શ્વેતા તિવારી) અને અંબર (વરુણ બડોલા)નાં લગ્ન થઈ રહ્યાં છે અને નિયા (અંજલિ તત્રારી)ને આખરે પોતાના ડૅડ માટે દુલ્હન મળી ગઈ છે. આ શોમાં એ વાત કેન્દ્રસ્થાને છે કે વ્યક્તિ કોઈ પણ ઉંમરે સાચો પ્રેમ મેળવી શકે છે. ગુનીત અને અંબરની કેમિસ્ટ્રી આમ પણ દર્શકોને પસંદ આવી છે ત્યારે શ્વેતા તિવારીનું આ જોડી વિશે કહેવું છે કે ગુનીત અંબર માટે એક પર્ફેક્ટ દુલ્હન છે.
શ્વેતા કહે છે, ‘જ્યારે તમને એ ખાસ વ્યક્તિ મળી જાય ત્યારે તમારું દિલ એ વ્યક્તિને જીવનભર સાચવી રાખવા માટે સાચી દિશામાં દોરે છે. ગુનીત સાથે પણ એવું જ થયું છે. તેને ખ્યાલ છે કે અંબર તેને માટે એક પર્ફેક્ટ વ્યક્તિ છે એટલે તેણે અંબર સાથે બાકીની જિંદગી જીવવાનું નક્કી કર્યું છે. અંબરની પહેલી પત્ની મૃત્યુ પામી એ ખાલી જગ્યા વર્ષો પછી ગુનીત ભરવાની છે. ગુનીત અંબરની જિંદગીમાં પ્રેમ, ખુશી અને રોમૅન્સ પાછાં લઈ આવી છે. અંબર એક ગુસ્સાવાળો માણસ હતો જે ગુનીતને મળ્યા બાદ બદલાઈ ગયો છે અને દર્શકો અંબરને વધુ પ્રેમ આપી રહ્યા છે. અંબર માટે ગુનીત પર્ફેક્ટ દુલ્હન છે.’

