‘કુંડલી ભાગ્ય’એ હાલમાં ૧૫૦૦ એપિસોડ પૂરા કર્યા છે અને સેટ પર એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું
શ્રદ્ધાએ ગયા વર્ષે નેવલ ઑફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યાં હતાં.
શ્રદ્ધા આર્યએ જણાવ્યું કે તેની સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ તેના સાસરે લોકો ખૂબ ઇન્ટરેસ્ટથી જુએ છે. શ્રદ્ધાએ ગયા વર્ષે નેવલ ઑફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યાં હતાં. ‘કુંડલી ભાગ્ય’એ હાલમાં ૧૫૦૦ એપિસોડ પૂરા કર્યા છે અને સેટ પર એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ શોમાં તે પ્રીતાનો રોલ ભજવી રહી છે. તેના સાસરિયા વિશે શ્રદ્ધા આર્યએ કહ્યું કે ‘મારો હસબન્ડ અગાઉ આ સિરિયલ નહોતો જોતો, પરંતુ લગ્ન બાદ તેણે સિરિયલ જોવાનું શરૂ કર્યું. મારાં સાસરિયાં આ શો રેગ્યુલર જુએ છે અને સલાહ પણ આપે છે કે કેવા ડ્રેસ પહેરવા જોઈએ. ઘરમાં દરેક મને ખૂબ
સપોર્ટ કરે છે. મારા હસબન્ડને દરરોજ સમય નથી મળતો શો જોવાનો, પરંતુ તે મારી પાસેથી શો વિશે માહિતી મેળવી લે છે.’

