તે હવે અર્જુન સૂર્યવંશીનું પાત્ર ભજવતા શક્તિ અરોરા સાથે લગ્ન કરવા જઈ રહી છે
‘કુંડલી ભાગ્ય’ માટે પોતે વેડિંગ લુક ડિઝાઇન કર્યો હતો શ્રદ્ધા આર્યએ
શ્રદ્ધા આર્યએ ‘કુંડલી ભાગ્ય’ માટે પોતે પોતાનો વેડિંગ લુક ડિઝાઇન કર્યો હતો. આ શોમાં તે પ્રીતાનું પાત્ર ભજવી રહી છે. તે હવે અર્જુન સૂર્યવંશીનું પાત્ર ભજવતા શક્તિ અરોરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ વેડિંગ લુક વિશે શ્રદ્ધાએ કહ્યું કે ‘ટીવીના સૌથી વધુ લોકપ્રિય પાત્રમાં પ્રીતાનો પણ સમાવેશ થાય છે અને મારે એ કહેવું રહ્યું કે પ્રીતાની જર્ની એકદમ યુનિક રહી છે. શોની શરૂઆતથી જ લોકો તેને ખૂબ જ ફૉલો કરી રહ્યા છે. આગામી લગ્નનું દૃશ્ય પણ દર્શકોને ખૂબ જ પસંદ પડશે. મારે આ ટ્રૅકને ખરેખર સ્પેશ્યલ બનાવવો હતો. આથી મેં પોતે મારા વેડિંગ લુકને ડિઝાઇન કર્યો હતો. ટીમ જ્યારે લુક ડિઝાઇન કરી રહી હતી ત્યારે મેં તેમને વિનંતી કરી હતી કે શું હું પોતે મારો લુક ડિઝાઇન કરી શકું છું અને તેમણે મને હા પાડી હતી. સ્ટાઇલિસ્ટ અને ક્રીએટિવ ટીમ સાથેના ઘણા સેશન બાદ આ લુક ફાઇનલ થયો હતો. મેં એકદમ એલિગન્ટ અને એમ્બ્રોઇડરીવાળો આઉટફિટ પસંદ કર્યો હતો. અમે ઍક્સેસરીઝ અને મેકઅપને મિનિમમ રાખ્યાં હતાં. મેં ‘કુંડલી ભાગ્ય’માં ઘણી વાર લગ્ન કર્યાં છે, પરંતુ એમ છતાં હું નવી નવેલી દુલ્હન જેવી દેખાવા માગતી હતી. મારા પતિને પણ મારો આ લુક પસંદ પડ્યો હતો અને દર્શકોને કેવો લાગે છે એ જોવું રહ્યું.’