આજે સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ છે ત્યારે અભિનેત્રીને તેની યાદ થોડીક વધારે સતાવી રહી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ટેલિવિઝનના બહુ ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બૉસ’ (Bigg Boss)ની સિઝન ૧૩માં સ્વર્ગીય અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને અભિનેત્રી શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની કૅમેસ્ટ્રીએ લોકોનું દિલ જીત્યું હતું. શો દરમિયાન બન્ને વચ્ચે પ્રેમની કુંપળો ફુટી હતી હતી. પરંતુ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અભિનેતા સિદ્ધાર્થનું હાર્ટ-ઍટેકને કારણે નિધન થયું અને આ લવ-સ્ટોરી પર જાણે અચાનક પડધો પડી ગયો. પરંતુ અભિનેતાની વિદાય બાદ પણ શહનાઝ હંમેશા તેને યાદ કરતી રહે છે. આજે સિદ્ધાર્થના જન્મદિવસ નિમિત્તે શહનાઝે કેટલીક તસવીરો શૅર કરી છે અને તેને યાદ કરીને ઇમોશનલ થઈ ગઈ છે.
આ પણ જુઓ – ‘બાબુલ કા આંગન છૂટે ના’થી ‘બિગ બૉસ સીઝન ૧૩’ સુધી આવી રહી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની જર્ની
ADVERTISEMENT
શહનાઝ ગિલ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ નથી પડતી. આજે અભિનેતાના જન્મદિવસની તેને વિશેષ ઉજવણી કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર અભિનેતાની તસવીરો શૅર કરી છે. સાથે કૅપ્શન આપ્યું છે કે, ‘હું તને ફરી મળીશ’. સાથે જ અભિનેત્રીએ એન્જલનું ઇમોજી પણ શૅર કર્યું છે.
View this post on Instagram
એટલું જ નહીં, સિદ્ધાર્થના આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવવા માટે શહનાઝે મધરાતે ૧૨ વાગ્યે કેક કટિંગ પણ કર્યું હતું.
અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ચોકલેટ કેકની કેટલીક તસવીરો શેર કરી છે. જેના પર ’12 : 12’ લખેલું છે.
આ સિવાય શહનાઝે પોતાની અને સિદ્ધાર્થની અનસીન રૉમેન્ટિક તસવીરો પણ શૅર કરી છે. આ જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.
શહનાઝની આ પોસ્ટ જોઈને ખ્યાલ આવે છે કે, તે આજે સિદ્ધાર્થ શુક્લાને ખૂબ મિસ કરી રહી છે.
સોશ્યલ મીડિયાની સ્ટોરીમાં શહનાઝે સિદ્ધાથ૭ની અનેક તસવીરો શૅર કરી છે.
આ પણ વાંચો – સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝ ગિલ સાથે છેલ્લી વાર કર્યો હતો આ રોમેન્ટિક ડાન્સ, જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે, શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત ‘બિગ બૉસ ૧૩’માં થઈ હતી. ત્યારથી જ બન્ને વચ્ચે પ્રેમની શરુઆત થઈ હતી.

