આ ગીત ૧૯૬૯માં આવેલી ‘આરાધના’નું છે
Indian Idol Season 13
શર્મિલા ટાગોર
શર્મિલા ટાગોરે તેમના ‘મેરે સપનોં કી રાની’ના ગીતને ‘ઇન્ડિયન આઇડલ 13માં રીક્રીએટ કર્યું હતું. આ ગીત ૧૯૬૯માં આવેલી ‘આરાધના’નું છે. એમાં રાજેશ ખન્ના અને સુજિત જીપમાં બેઠા હતા અને શર્મિલા ટાગોર ટ્રેનમાં બેઠાં હતાં અને તેમના હાથમાં બુક હતી. ઓરિજિનલ ગીતમાં જે પ્રમાણે તેઓ ગાડીમાં બેઠાં હતાં. એ જ પ્રમાણે આ શોના સેટ પર એ સીનને રીક્રીએટ કરવામાં આવ્યો હતો. સાથે જ એ જ બુક તેમના હાથમાં પણ હતી. આ સિન્ગિંગ રિયલિટી શો દર શનિવારે અને રવિવારે સોની પર રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. આ ‘લીડિંગ લેડીઝ સ્પેશ્યલ’ શોમાં શર્મિલા ટાગોરની સાથે તનુજાએ પણ હાજરી આપી હતી. રિશી સિંહે ‘મેરે સપનોં કી રાની’ ગીત ગાયું હતું. આ શોમાં વિશાલ દાદલાણી, નેહા કક્કર અને ઇમરાન હાશમી જજની સીટ પર બેઠાં છે. આ સાથે જ કાવ્યા લિમયેએ ‘રૂકે રૂકે સે કદમ’ અને ‘હમ થે જિનકે સહારે’ ગીત ગાયાં હતાં. આ ગીત બાદ શર્મિલા ટાગોરે કહ્યુ કે ‘મારું માનવું છે કે ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં મહિલાઓને ખૂબ જ સ્ટ્રૉન્ગ દેખાડવામાં આવી છે. પહેલાં મહિલાઓને મેકઅપ જેવા ચોક્કસ કામ માટે મર્યાદિત રાખવામાં આવતી હતી. જોકે આજના સમય સુધીમાં ઘણો વિકાસ થયો છે અને મહિલાઓ હવે ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ બની ગઈ છે. આજે આપણી પાસે હવે મહિલા જજ પણ છે.’