મૂળ જૅપનીઝ કન્સેપ્ટ પરથી બનેલા આ અમેરિકન શોનું ભારતીય વર્ઝન સોની ટીવી પર જોવા મળશે
‘શાર્ક ટૅન્ક’નું પોસ્ટર
વિદેશી ડાન્સ અને સિન્ગિંગ રિયલિટી શો પરથી પ્રેરિત હોય એવા ભારતમાં ઘણા શો જોવા મળ્યા છે, પણ પહેલી વખત દેશમાં એક બિઝનેસ રિયલિટી શોનો કન્સેપ્ટ જોવા મળશે. અમેરિકન બિઝનેસ રિયલિટી શો ‘શાર્ક ટૅન્ક’નું ભારતીય વર્ઝન સોની ટીવી પર જોવા મળશે. ૨૦૦૧માં જપાને રજૂ કરેલા આ પ્રકારના કન્સેપ્ટ પરથી યુએસમાં ૨૦૦૯માં ‘શાર્ક ટૅન્ક’ નામે શો લૉન્ચ થયો હતો. એ પછી ૪૦ દેશોએ આ શો કર્યો છે અને હવે ભારતનો વારો છે.
‘શાર્ક ટૅન્ક’ બિઝનેસના અવનવા આઇડિયાઝ ધરાવતા લોકો માટેનું પ્લૅટફૉર્મ છે એટલે કે ઑન્ટ્રપ્રનર્સને આ શો થકી નવી તક પૂરી પાડવામાં આવશે. ઇન્ટરેસ્ટેડ વ્યક્તિઓ ઑનલાઇન ફૉર્મ ભરી શકશે. એ પછી બીજા સ્ટેપમાં બિઝનેસ આઇડિયા પિચ કરવાનો રહેશે. શોની ટીમને બિઝનેસ આઇડિયા ૩ મિનિટના વિડિયોમાં રજૂ કરવાનો રહેશે અને શા માટે તમારો આઇડિયા ઇન્વેસ્ટ કરવાને લાયક છે એ સમજાવવું પડશે.