આ સિન્ગિંગ રિયલિટી શો દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે
શંકર મહાદેવન
ઝીટીવી પર આવતા ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં શંકર મહાદેવનને માસ્ટર સલીમ 2 મળી ગયો છે. આ સિન્ગિંગ રિયલિટી શો દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં જજની ખુરસી પર શંકર મહાદેવન, અનુ મલિક અને નીતિ મોહન છે. આ શોમાં આવેલા કન્ટેસ્ટન્ટ હર્ષ સિકંદરનો અવાજ સાંભળીને શંકર મહાદેવન ખૂબ પ્રભાવિત થયો હતો. હર્ષ સૂફી અને ભક્તિમય ગીતો ગાવા માટે જાણીતો છે. તેણે ‘મસ્ત કલંદર’ ગાયું હતું. એ સાંભળીને શંકર મહાદેવનને માસ્ટર સલીમની યાદ આવી ગઈ હતી. એ વિશે શંકર મહાદેવને કહ્યું કે ‘થોડાં વર્ષો અગાઉ હું જ્યારે એક પંજાબી ચૅનલ જોઈ રહ્યો હતો ત્યારે મેં એક છોકરાને જગરાતામાં ગાતો સાંભળ્યો. તેનો અવાજ એટલો સરસ હતો કે દર્શકો પણ તેની ગાયકીને એન્જૉય કરતા હતા. હું એટલો પ્રભાવિત થયો હતો કે હું એ સિંગરને શોધવા માગતો હતો અને તેની પાસે ‘મસ્ત કલંદર’ ગવડાવવા માગતો હતો. ત્યાર બાદ અમને જાણ થઈ કે આ બીજું કોઈ નહીં, પરંતુ ફેમસ માસ્ટર સલીમ છે. અમે તેને પંજાબથી અહીં લઈ આવ્યા હતા અને આ રીતે અમે આ ફેમસ ગીત ‘મસ્ત કલંદર’ બનાવ્યું હતું. હર્ષનો પર્ફોર્મન્સ જોઈને મને આજે અહેસાસ થાય છે કે માસ્ટર સલીમ 2 મળી ગયો છે.’

