Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર માર્ચમાં કરશે લગ્ન

શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર માર્ચમાં કરશે લગ્ન

Published : 05 February, 2023 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં જોવા મળી રહેલા શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર હવે માર્ચમાં ફરી બીજાં લગ્ન કરવાની છે.

શાલીન ભનોત

શાલીન ભનોત


‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં જોવા મળી રહેલા શાલીન ભનોતની એક્સ-વાઇફ દલજિત કૌર હવે માર્ચમાં ફરી બીજાં લગ્ન કરવાની છે. તે યુકે બોર્ન નિખિલ પટેલ સાથે લગ્ન કરવાની છે. તેણે તેની સાથે સગાઈ કરી લીધી છે અને બહુ જલદી એટલે કે માર્ચમાં તેઓ લગ્ન કરવાનાં છે. લગ્ન બાદ દલજિત તેના દીકરા જેડન સાથે લંડન રહેવા જતી રહેશે. નિખિલ હાલમાં કેન્યામાં કામ કરી રહ્યો છે. આથી થોડાં વર્ષ માટે દલજિત ત્યાં જશે, પરંતુ ત્યાર બાદ તેઓ ફરી લંડન શિફ્ટ થઈ જશે. નિખિલ અને દલજિત દુબઈમાં એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યાં હતાં. ત્યાં તેમની મુલાકાત થઈ હતી અને બન્નેને એકબીજાની કંપની ગમી હતી. એ પાર્ટીમાં નિખિલના પગના નખમાં બ્લુ નેઇલ પેઇન્ટ હતો. દલજિતે જ્યારે એ વિશે પૂછ્યું ત્યારે નિખિલે કહ્યું હતું કે હું બે દીકરીઓનો પ્રાઉડ ફાધર છું. દલજિતને તેની આ વાત ખૂબ ગમી ગઈ  હતી અને તેઓ ત્યાર બાદ કૉન્ટૅક્ટમાં રહ્યાં હતાં. લગ્ન બાદ નિખિલની નાની દીકરી અનિકા તેની મમ્મી સાથે અમેરિકા રહેશે અને મોટી દીકરી આરિયાના દલજિત અને નિખિલ સાથે રહેશે. આ​ વિશે દલજિતે કહ્યું કે ‘એ સમયે રોમૅન્સ વિશે અમારા દિમાગમાં કાંઈ નહોતું. અમે બન્ને સિંગલ પેરન્ટ હતાં અને વાતો કરી રહ્યાં હતાં. સમયની સાથે પ્રેમ પાંગર્યો. અમારાં બાળકો પ્રત્યેના પ્રેમને કારણે અમે કનેક્ટ થયાં.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK