શક્તિ અરોરાએ ‘શશશ... ફિર કોઈ હૈ’ શો દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ૧૯૮૬ની ૧૬ મેએ જન્મેલા શક્તિ અરોરાએ ‘તેરે લિયે’, ‘પવિત્ર રિશ્તા’, ‘મેરી આશિકી તુમ સે હી’, ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’ જેવા શોમાં કામ કર્યું છે
શક્તિ અરોરા
શક્તિ અરોરાએ ‘શશશ... ફિર કોઈ હૈ’ શો દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ૧૯૮૬ની ૧૬ મેએ જન્મેલા શક્તિ અરોરાએ ‘તેરે લિયે’, ‘પવિત્ર રિશ્તા’, ‘મેરી આશિકી તુમ સે હી’, ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’ જેવા શોમાં કામ કર્યું છે. ‘મેરી આશિકી તુમ સે હી’ દ્વારા તેણે લીડ હીરો તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. તે હાલમાં ‘કુંડલી ભાગ્ય’માં કામ કરી રહ્યો છે. આ સાથે જ તેણે ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા 9’ ડાન્સ રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો.
‘કુંડલી ભાગ્ય’ના તારા પાત્ર વિશે જણાવીશ?
અર્જુન એક ટ્રબલ મેકર છે. ઍન્ગ્રી યંગ મૅન છે. તે ગુસ્સામાં રહે છે, કારણ કે ભૂતકાળમાં તેની સાથે અમુક ઘટના બની હોય છે એથી તે બદલો લેવા માગે છે. તેની ફૅમિલી સામે તે બાળક જેવો હોય છે. પ્રીતા અને રિષભ સામે જ્યારે તે આવે છે ત્યારે જ તેનામાં બદલાની ભાવના જાગે છે. એથી હું અર્જુન સૂર્યવંશીનું પાત્ર ભજવી રહ્યો છું જે પ્રેઝન્ટ કૅરૅક્ટર છે અને તે જ્યારે ફૅમિલી મેમ્બર સાથે હોય ત્યારે તે કરણ બની જાય છે. આથી હું બે પર્સનાલિટી ભજવી રહ્યો છું અને એ ખૂબ ચૅલેન્જિંગ છે.
ADVERTISEMENT
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
હું બકવાસ નથી કરતો. એકદમ સ્ટ્રેટ ફૉર્વર્ડ અને પ્રામાણિક વ્યક્તિ છું, જેને માનસિક શાંતિ ખૂબ ગમે છે.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર રહે છે?
સારા ફૂડથી સ્માઇલ આવી જાય છે અને જન્ક ફૂડ ખાધા બાદ જે કૅલરી વધે છે એનાથી મને બહુ ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
હું કોઈને પણ ડેટ પર લઈ જવા નથી માગતો, કારણ કે મારી ઉંમર નીકળી ગઈ છે અને લગ્ન પણ થઈ ગયાં છે. જોકે એમ છતાં હું મારી પત્નીને લઈ જઈશ.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું કપડાં અને ચશ્માં પર ખૂબ પૈસા ખર્ચું છું. ચશ્માં મારી વીકનેસ છે. અલગ-અલગ પ્રકારનાં ચશ્મા પસંદ છે. મારી પાસે ત્રણ ડ્રૉઅર ભરીને ચશ્માં છે. ત્રણ-ચાર વાર પહેર્યા બાદ હું એ ચશ્માંથી કંટાળી જાઉં છું એટલે નવાં ખરીદી લઉં છું. હું પોતાને સૌથી એક્સપેન્સિવ ગિફ્ટ આપતો હોઉં તો એ ચશ્માં છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારા અટેન્શન માટે કોઈ પણ વ્યક્તિએ એકદમ પ્રામાણિક અને ડાઉન-ટૂ-અર્થ રહેવું પડશે અને એ પણ કોઈ પણ પ્રકારના ઇગો વગર.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું એક સારો ઍક્ટર છું અને બૅન્કેબલ ઍક્ટર છું એ રીતે લોકો મને યાદ રાખે એવી આશા રાખું છું.
પહેલી જૉબ કઈ હતી?
સૌથી પહેલાં મેં કોઈ જૉબ કરી હોય તો એ છે ટ્રાવેલ એજન્સી, કારણ કે એ જ શરૂ કરવાનો મારો ઇરાદો હતો.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
હું બાળક હતો ત્યારે મેં ડૅરિંગવાળું કામ કર્યું હતું. મારે મ્યુઝિક-સિસ્ટમ ખરીદવી હતી. હું કમાતો નહોતો. પૈસાદાર ઘરમાંથી પણ નહોતો. મિડલ ક્લાસ ફૅમિલીનો હતો. મારા ફ્રેન્ડે મ્યુઝિક-સિસ્ટમ ખરીદી હતી ૨૬,૦૦૦ રૂપિયાની અને હું દુકાનમાં જઈને એનાથી મોંઘી ૩૫,૦૦૦ રૂપિયાની ખરીદી લાવ્યો હતો. હું દુકાને જઈને
ઑર્ડર આપી આવ્યો હતો અને એ ઘરે આવી જતાં ઘરે ખૂબ ગાળ પડી હતી. જોકે ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને અમે એ ચૂકવ્યા હતા.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવી રાખી છે?
દરેક ઍક્ટરની કોઈ ને કોઈ મિસ્ટરી હોય છે. જો કોઈ પણ ઍક્ટર વિશે બધા બધું જાણતા હશે તો તેના વિશે
જાણવા માટે કંઈ નવું રહેશે નહીં. મને લાગે છે કે આ લોકોથી દૂર રહું છું અને એક મિસ્ટરી ક્રીએટ કરું છું જેથી હું નવા અવતાર સાથે લોકો સમક્ષ આવી શકું.