જોવો છે તમારે શહીરનો તલવાર-ડાન્સ?
શહીર શેખ પોતાના સુપર્બ ફિઝિક્સને કારણે માઇથોલૉજિકલ ડેઇલી સોપમાં તો ચોક્કસ સ્થાન બનાવી ચૂક્યો છે, પણ ૨૦૨૧માં શહીર સાવ નવા જ લુકમાં જોવા મળે એવો પર્ફોર્મન્સ તે સ્ટાર પ્લસ પર આવનારા શો ‘સ્ટાર પરિવાર કરેગા વેલકમ 2021’માં કરશે. શહીર કહે છે, ‘સ્ટાર પ્લસ માટે જે બે માઇથોલૉજિકલ શો કર્યા એટલે મારો પર્ફોર્મન્સ પણ એવો જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં વૉર પણ દેખાય અને યોદ્ધા પણ દેખાય.’
શહીરના આ પર્ફોર્મન્સમાં તલવારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાર ગીત પર એકધારા પર્ફોર્મન્સ કરનાર શહીરે પહેલાં તો એ ધ્યાન રાખવાનું હતું કે એ તલવાર ભૂલથી પણ તેને લાગે નહીં, જેને લીધે તેના ડિઝાઇન થયેલા ઍક્શન પૅક્ડ પર્ફોર્મન્સ માટે તે છેલ્લા એક વીકથી દરરોજ ૧૨થી ૧૪ કલાક પ્રૅક્ટિસ કરે છે.
ADVERTISEMENT
‘સ્ટાર પરિવાર કરેગા વેલકમ 2021’ રવિવારે રાતે ૮ વાગ્યે સ્ટાર પ્લસ પર આવશે.

