`સારાભાઈ વર્સીસ સારાભાઈ`માં જાસ્મિનનો રોલ કરનાર વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyay Dies)નું કાર અકસ્માતમાં નિધન થયું હતું. હિમાચલ પ્રદેશમાં સોમવારે એટલે કે 22 મેના રોજ આ દુઃખદ અકસ્માત થયો હતો
અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય
`સારાભાઈ વર્સીસ સારાભાઈ`(sarabhai vs sarabhai)માં જાસ્મિનનો રોલ કરનાર વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyay Dies)નું કાર અકસ્માતમાં નિધન થયું હતું. હિમાચલ પ્રદેશમાં સોમવારે એટલે કે 22 મેના રોજ આ દુઃખદ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચંદીગઢમાં રહેતો તેનો પરિવાર મૃતદેહને લઈને મુંબઈ પહોંચી રહ્યો છે, જ્યાં બુધવારે સવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિર્માતા અને અભિનેતા જેડી મજેઠિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન થયું છે. તે `CID` અને `અદાલત` જેવા ઘણા શોનો ભાગ રહી ચુકી છે. જોકે તે `સારાભાઈ વર્સીસ સારાભાઈ` માટે વધુ જાણીતા છે. તેણે આ શોમાં જાસ્મિનનું પાત્ર ભજવ્યું હતું. વૈભવીના મૃત્યુના સમાચાર સાંભળતા જ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. `સારાભાઈ વર્સીસ સારાભાઈ`માં સાથે કામ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ સોશિયલ મીડિયા પર આ સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે વૈભવીની તસવીર શેર કરી અને લખ્યું- `તમે બહુ જલ્દી જતા રહ્યા`.
ADVERTISEMENT
નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ કહ્યું, `મને આઘાત લાગ્યો છે. તે ખૂબ જ સારા હૃદયની એક તેજસ્વી અભિનેત્રી હતી, જેને ચોક્કસપણે તે સ્થાન મળ્યું નથી જે તે લાયક છે.`
આ પણ વાંચો: `અનુપમા` ફેમ અભિનેતા નિતિશ પાંડેનું 51 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન
તે સમયે કારમાં મંગેતર પણ હતો
તેમના અંતિમ સંસ્કાર વિશે વાત કરતા તેમણે કહ્યું, `તે ચંદીગઢ નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા અને પરિવાર તેમના મૃતદેહ સાથે મુંબઈ પહોંચી રહ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે તેના મંગેતર સાથે કારમાં હતા ત્યારે રોડ પર વળાંક લેતી વખતે કાર ખાડામાં ખાબકી હતી. સમાચાર સાંભળીને તેનો ભાઈ ચંદીગઢ જવા રવાના થઈ ગયો હતો.