Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સચિન શ્રોફ કરવાનો છે બીજાં લગ્ન?

સચિન શ્રોફ કરવાનો છે બીજાં લગ્ન?

Published : 23 February, 2023 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ કરનાર સચિન શ્રોફ બીજાં લગ્ન કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે.

સચિન શ્રોફ

સચિન શ્રોફ


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ કરનાર સચિન શ્રોફ બીજાં લગ્ન કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તેણે અગાઉ ૨૦૦૯માં જુહી પરમાર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૧૮માં બન્નેએ પરસ્પર સમજૂતીથી ડિવૉર્સ લીધા હતા. તેમની ૧૦ વર્ષની સમાયરા નામની એક દીકરી છે. સમાયરાની કસ્ટડી જુહીને મળી છે. એથી હવે સચિને લાઇફમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. સચિનની થનારી દુલ્હન કોણ છે એ વિશે વધુ માહિતી નથી મળી. એટલું જાણવા મળ્યું છે કે તે ઇન્ટીરિયર ડિઝાઇનર છે. બન્ને વચ્ચે ઘણાં વર્ષોથી ફ્રેન્ડશિપ છે. એથી બન્ને પચીસ ફેબ્રુઆરીએ મુંબઈમાં નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કરવાનાં છે. જોકે હજી સુધી સચિન તરફથી કોઈ નક્કર માહિતી આપવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK