Rupali Ganguly Files Defamation case against Stepdaughter: ઈશાએ અભિનેત્રી પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેણે તેની માતા સપના વર્માને શારીરિક, માનસિક, મૌખિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કર્યા છે.
રૂપાલી ગાંગુલી અને અશ્વિન વર્મા (તસવીર: મિડ-ડે)
દેશના ટીઆરપીમાં સૌથી ટોચ પર રહેતો શો ‘અનુપમા’ (Rupali Ganguly Files Defamation case against Stepdaughter) ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર તેની સાવકી દીકરી ઈશા વર્મા દ્વારા તેના પર અનેક ગંભીર આરોપોને લઈને વિવાદ અને ચર્ચામાં આવી છે. પોતાને રૂપાલીની સાવકી દીકરી કહેતી ઈશાએ તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને અનેક ઈન્ટરવ્યુ પોસ્ટ કરીને રૂપાલી ગાંગુલી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ સાથે તેણે તેના માતા-પિતાના સંબંધોને પણ તોડવાનો આરોપ કર્યો છે. આ બધા આરોપોને લઈને હવે રૂપાલી ગાંગુલીએ ઈશા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે અને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત રૂપાલીએ 50 કરોડના વળતરની પણ માગણી કરી છે.
રૂપાલી ગાંગુલી અને ઈશા (Rupali Ganguly Files Defamation case against Stepdaughter) વચ્ચેની આ લડાઈ ત્યારે સામે આવી જ્યારે ઈશાનીની એક ચાર વર્ષ જૂની પોસ્ટ ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ વાયરલ વીડિયોમાં ઈશાએ રૂપાલી ગાંગુલીને માનસિક રીતે બીમાર અને અપમાનજનક કહી હતી. ઈશાએ અભિનેત્રી પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેણે તેની માતા સપના વર્માને શારીરિક, માનસિક, મૌખિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કર્યા છે. આવા નિવેદનો સામે આવ્યા બાદ અભિનેત્રીએ બિગ બૉસ 17માં ભાગ લેનાર ક્રાઈમ એડવોકેટ સના રઈસ ખાનની મદદથી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ઈશા સામે કેસ દાખલ થયા બાદ સના રઈસે એક અખબાર સાથે વાત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે રૂપાલીએ તેની મદદ લઈને તેની સાવકી પુત્રીના (Rupali Ganguly Files Defamation case against Stepdaughter) ખોટા આરોપો સામે માનહાનિનો કેસ કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે જે પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે અને તેનો ઉદ્દેશ્ય અભિનેત્રીની છબી ખરાબ કરવાનો છે. ઈશા દ્વારા આપવામાં આવેલા આ ખોટા નિવેદનો રૂપાલીના અંગત જીવનની સાથે સાથે તેના વ્યાવસાયિક જીવન પર પણ નકારાત્મક અસર કરી રહ્યા છે.
જોકે ઈશા વર્માએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી, પણ તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હવે પ્રાઈવેટ કરી દીધું છે. ઈશા રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્મા અને તેની પૂર્વ પત્ની સપના વર્માની દીકરી છે. અશ્વિન અને સપનાના (Rupali Ganguly Files Defamation case against Stepdaughter) લગ્ન વર્ષ 1997માં થયા હતા, તે બાદ તેઓ બન્ને વર્ષ 2008માં અલગ થઈ ગયા હતા. ઈશાએ અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને તેના પિતા પર આરોપ લગાવતા કહ્યું કે પરિણીત હોવા છતાં તેમના સંબંધોના કારણે જ તેના માતા અને પિતા અલગ થઈ ગયા હતા, જોકે આ સિવાય પણ ઈશાએ રૂપાલી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.