રૂપાલી ગાંગુલીએ તેની ફી વધારી દીધી છે અને તે સૌથી વધુ ફી ચાર્જ કરતી ટીવી ઍક્ટ્રેસમાંની એક બની ગઈ છે.
રુપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલીએ તેની ફી વધારી દીધી છે અને તે સૌથી વધુ ફી ચાર્જ કરતી ટીવી ઍક્ટ્રેસમાંની એક બની ગઈ છે. તેણે જ્યારે ‘અનુપમા’ શો શરૂ કર્યો ત્યારે તેની ફી એક દિવસના દોઢ લાખ રૂપિયા હતી. આ શોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેમ જ એનું રેટિંગ પણ ખૂબ જ વધુ છે. સાથે જ રૂપાલી ગાંગુલીના કામને પણ ખૂબ જ વધાવવામાં આવી રહ્યું છે. શોની લોકપ્રિયતા જોઈને રૂપાલીએ તેની એક દિવસની ફી ડબલ એટલે કે ત્રણ લાખ રૂપિયા કરી દીધી હોવાની ચર્ચા છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં રામ કપૂર અને રૉનિત રૉય રોજના બે લાખની આસપાસ ચાર્જ કરે છે. જોકે હવે રૂપાલીએ તેમને પણ પાછળ છોડી દીધા છે અને હવે તેનું નામ સૌથી વધુ ફી લેનારી ઍક્ટ્રેસમાં સામેલ થઈ ગયું છે.