આવું માનવું છે ‘રનવે લુગાઈ’ની બુલબુલ એટલે કે રુહી સિંહનું
રુહી સિંહ
એમએક્સ પ્લેયર પર રીલિઝ થયેલી ‘રનવે લુગાઈ’માં ભાગી જતી દુલ્હન બુલબુલનું કૅરેક્ટર કરતી રુહી માને છે કે જે પણ સ્ટોરીમાં દુલ્હન ભાગે એ સ્ટોરી સુપરહીટ જ હોય અને ઓડિયન્સને એ ગમે જ ગમે. રુહી કહે છે, ‘આ જ કારણે લોકોને આજે ‘રનવે લુગાઈ’ જોવાની મજા આવે છે. તમે જૂઓ, ‘થ્રી ઇડિયટ્સ’માં કરિના કપૂર મેરેજના મંડપમાંથી ભાગે છે. ‘હેપી ભાગ જાયેગી’માં ડાયેના પેન્ટી ભાગે છે. આ બધી ફિલ્મો સુપરહીટ છે, કારણ કે દુલ્હન ભાગે છે. ‘રનવે લુગાઈ’ રજની અને બુલબુલની સ્ટોરી છે. રજનીની લાઇફમાં બુલબુલ આવે છે, બન્ને મેરેજ કરે છે અને એક દિવસ અચાનક બુલબુલ ભાગી જાય છે. રજનીના પપ્પા નરેન્દ્ર સિંહા વિધાનસભ્ય છે. એ બુલબુલની પાછળ પોલીસ લગાડી દે છે પણ બુલબુલ બધા વચ્ચેથી રસ્તો કાઢીને આગળ નીકળી જાય છે. રુ.’