રિચા રાઠોડનું કહેવું છે કે ગઝલના પાત્ર માટે મારી પહેલાં ૧૩૦ છોકરીઓનાં ઓડિશન લેવામાં આવ્યાં હતાં
રિચા રાઠોડ
રિચા રાઠોડનું કહેવું છે કે ગઝલના પાત્ર માટે મારી પહેલાં ૧૩૦ છોકરીઓનાં ઓડિશન લેવામાં આવ્યાં હતાં. તે હવે ‘રબ સે હૈ દુવા’માં ગઝલનું પાત્ર ભજવવા જઈ રહી છે. આ શોની સ્ટોરીમાં દુઆ (અદિતિ શર્મા) અને હૈદર (કરણવીર શર્મા)નાં લગ્ન થયાં હોય છે. હૈદર અન્ય છોકરીના પ્રેમમાં પડે છે અને તે છે ગઝલ. આ વિશે વાત કરતાં રિચાએ કહ્યું કે ‘હું ૨૦૧૮માં જ્યારે મુંબઈ આવી ત્યારે મેં ‘કુમકુમ ભાગ્ય’માં કામ કર્યું હતું. ટીવી પર મારો એ પહેલો શો હતો. ચૅનલ સાથે મારો ખૂબ જ સારો બૉન્ડ છે અને હવે હું ‘રબ સે હૈ દુઆ’ દ્વારા આ ચૅનલ પર ફરી કામ કરી રહી છું. હું ગઝલનું પાત્ર ભજવી રહી છું જે પોતાની શરત પર જીવન જીવતી હોય છે. તે એક મૉડર્ન ગર્લ છે અને તે સોસાયટીના કોઈ નિયમમાં નથી માનતી હોતી. પ્રેમની વાત હોય ત્યારે તેને લાગે છે કે કોઈ લિમિટ નથી હોતી. તે તેના વિચારોને લઈને ખૂબ જ ચોક્કસ હોય છે. હું શિમલામાં હતી જ્યારે મને આ રોલની ઑફર થઈ. મને જ્યારે રોલ માટે પસંદ કરવામાં આવી ત્યારે મને ખબર પડી કે તેઓ ઘણા સમયથી ગઝલને શોધી રહ્યા હતા. મને પસંદ કરવા પહેલાં તેમણે ૧૩૦ છોકરીઓનાં ઑડિશન લીધાં હતાં. મને ખુશી છે કે મને આ માટે પસંદ કરવામાં આવી.’