શિખા સિંહની પ્રૉક્સિ તરીકે કુમકુમ ભાગ્યમાં દેખાશે રેહના પંડિત
ઝીટીવી પર આવતી ‘કુમકુમ ભાગ્ય’માં આલિયાના પાત્રમાં હવે રેહના પંડિત જોવા મળશે. શિખા સિંહ છેલ્લાં છ વર્ષથી આ ગ્રે કૅરૅક્ટર ભજવી રહી હતી. જોકે હવે તેની જગ્યાએ ‘મનમોહિની’માં જોવા મળેલી રેહના પંડિત જોવા મળશે. શબ્બીર અહલુવાલિયાના પાત્ર અભીની બહેન આલિયા તરીકે રેહના જોવા મળશે. લૉકડાઉન બાદ આ શોના નવા એપિસોડ 13 જુલાઈથી શરૂ થઈ રહ્યા છે. આ માટે હવે થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે શિખાને આ શોમાંથી કાઢવામાં આવી છે કે તે પોતે નીકળી ગઈ એવું નથી. શિખાને દીકરી આવી હતી, જેનું નામ તેણે અલાયના રાખ્યું છે. તે હાલમાં મૅટરનિટી લીવ પર હોવાથી તેની પ્રૉક્સિ તરીકે રેહના જોવા મળશે. આલિયાનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું હોવાથી તેને અચાનક કાઢી શકાય એવું ન હોવાથી રેહનાને પસંદ કરવામાં આવી છે. આ વિશે રેહનાએ કહ્યું હતું કે ‘હું ‘કુમકુમ ભાગ્ય’ની ભાગ્યની પાર્ટ બની હોવાથી ખૂબ જ ખુશ છું, જે ઇન્ડિયન ટેલિવિઝનમાં ખૂબ જ વધુ રેટિંગ ધરાવતો શો છે. આલિયાનું પાત્ર ભજવવું ખૂબ જ ચૅલેન્જિંગ છે, પરંતુ હું એ માટે તૈયાર છું. છેલ્લાં ઘણાં વર્ષથી શિખાએ આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેને મળેલો પ્રેમ મને પણ મળે એવી આશા રાખું છું. આલિયાના પાત્રમાં ઘણા શેડ્સ અને લેયર છે અને એથી જ હું એ માટે એક્સાઇટેડ છું. મેં આ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે અને મને સેટ પર પાછા આવવાની ખુશી છે. સેટ પર ઘણા બદલાવ કરવામાં આવ્યા છે અને ઘણા પ્રોટોકૉલ્સને ફૉલો કરવું પડે છે. જોકે આ સમયમાં એ જરૂરી પણ છે.’

