એક ઍક્ટર અને બે બાળકોની મમ્મી તરીકે હું લોકોને એ જ સમજાવવાની કોશિશ કરીશ કે એક ટીનેજરના દિમાગમાં શું ચાલતું હોય એ આપણે કેવી રીતે સમજી શકીએ.
રેણુકા શહાણે
રેણુકા શહાણે હવે ‘ક્રાઇમ પૅટ્રોલ સતર્ક : ગુમરાહ બચપન’ને હોસ્ટ કરતી જોવા મળશે. ટીનેજરની લાઇફમાં કેવી રીતે મુશ્કેલીઓ આવે છે અને એ ક્રાઇમ વિશે રેણુકા શહાણે પ્રકાશ પાડતી જોવા મળશે. ૧૩ સપ્ટેમ્બરથી ઑનઍર થઈ રહેલા આ શો દ્વારા પેરન્ટ્સને શીખવવામાં આવશે કે તેમના બાળક પણ જ્યારે મુસબીત તોળાઈ રહી હોય ત્યારે કેવી રીતે કેટલીક સાઇન આવે છે એના પર નજર કરવી અને કેવી રીતે એ પરિસ્થિતિને હૅન્ડલ કરવી. આ વિશે રેણુકા શહાણેએ કહ્યું હતું કે ‘મારા માટે ગર્વની વાત છે કે મને ‘ક્રાઇમ પૅટ્રોલ સતર્ક : ગુમરાહ બચપન’ જેવા શોમાં કામ કરવાની તક મળી. મારા મત મુજબ આ શો સોસાયટી પર પ્રકાશ પાડવાની સાથે તેમને જાગરૂક પણ બનાવે છે. એક ઍક્ટર અને બે બાળકોની મમ્મી તરીકે હું લોકોને એ જ સમજાવવાની કોશિશ કરીશ કે એક ટીનેજરના દિમાગમાં શું ચાલતું હોય એ આપણે કેવી રીતે સમજી શકીએ.’

