પહેલી સીઝન તેણે ઝોયા અખ્તર સાથે મળીને બનાવી હતી, જે ૨૦૧૯માં આવી હતી. આ શોમાં સોભિતા ધુલિપાલા અને અર્જુન માથુરે કામ કર્યું હતું.
રીમા કાગતી
રીમા કાગતીએ હાલમાં જણાવ્યું હતું કે મારી ‘મેડ ઇન હેવન 2’ને બનતાં કેમ આટલો સમય લાગ્યો? પહેલી સીઝન તેણે ઝોયા અખ્તર સાથે મળીને બનાવી હતી, જે ૨૦૧૯માં આવી હતી. આ શોમાં સોભિતા ધુલિપાલા અને અર્જુન માથુરે કામ કર્યું હતું. આ શોમાં હવે નવા સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોભિતા સાથે હવે એમાં મોના સિંહ, મૃણાલ ઠાકુર, વિજય રાઝ અને ઈશ્વાક સિંહ સાથે અન્ય ઘણા ઍક્ટર્સ જોવા મળશે. આ વિશે રીમા કાગતીએ કહ્યું કે ‘બીજી સીઝનને લઈને અમને ખૂબ સમય લાગ્યો હતો, કારણ કે અમે શોના રાઇટિંગને લઈને એક સ્ટેપ આગળ જવા માગતાં હતાં. સારું નૅરેટિવ અને અદ્ભુત પાત્ર લખવા માટે સમય લાગે. રાઇટિંગને જેટલું ડિટેઇલમાં લખવામાં આવે છે એટલો જ શો સ્ક્રીન પર અદ્ભુત બને. કોરોનાને લીધે પણ શો લેટ થયો હતો. કોરોનાને લઈને પ્રોડક્શન અને પોસ્ટ-પ્રોડક્શન બન્નેમાં મોડું થયું હતું. જોકે અમે એ બધી મુશ્કેલીનો સામનો કરીને અમારા શોને એના લૉયલ ફૅન્સ માટે લઈ આવ્યા છીએ.’

