ઘર વગરની થઈ ગઈ હોવાથી તેણે કારમાં પસાર કરી હતી ચાર રાત
રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈને એક સમયે સુસાઇડના વિચાર આવતા હતા. નંદિશ સંધુ સાથેના ડિવૉર્સ બાદ તે નાણાકીય રીતે ખૂબ જ મુશ્કેલીમાં આવી ગઈ હતી. તેની ૩.૫ કરોડ રૂપિયાની લોન ચાલુ હતી અને તેની પાસે કામ પણ નહોતું. બધું બરાબર ચાલી રહ્યું હોવાથી તેણે ૨.૫ કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું, પરંતુ અચાનક તેનો શો બંધ થઈ ગયો હતો. એ સમયે તેણે તેની ફૅમિલી સાથે સંબંધ તોડી નાખ્યા હોવાથી તે ઘર વગરની થઈ ગઈ હતી અને ચાર દિવસ તેની કારમાં પસાર કર્યા હતા. ૨૦ રૂપિયામાં મળતી દાળ અને ચાવલ ખાઈને તેણે એ દિવસો પસાર કર્યા હતા. જોકે ત્યાર બાદ સિદ્ધાર્થ શુક્લા અને જાસ્મિન ભસીન સાથેનો શો ‘દિલ સે દિલ તક’ તેને મળ્યો હોવાથી તેણે તમામ લોન ચૂકવી દીધી હતી અને તેની લાઇફ ફરી પાટા પર આવી હતી. તેની પાસે કામ હતું, પરંતુ લાઇફમાં તે ખુશ ન હોવાથી તેને સુસાઇડ કરવાના વિચારો આવતા હતા.

