આ શો ૧૫ જુલાઈથી દરરોજ રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવશે
રાજ અનડકટ
રાજ અનડકટ, જે અગાઉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુના રોલમાં દેખાયો હતો. તે હવે કલર્સ ગુજરાતી ચૅનલ પર શરૂ થનારી નવી સિરિયલ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ગુજરાત’માં કેશવના રોલમાં દેખાવાનો છે. આ શો ૧૫ જુલાઈથી દરરોજ રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવશે. શોમાં દેખાડવામાં આવશે કે તે લોકોની મદદ કરવા હંમેશાં હાજર રહે છે. આ શોમાં તેની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, વંદના વિઠલાણી અને રાગિણી શાહ લીડ રોલમાં દેખાશે.
આ રોલ માટે રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના કૅરૅક્ટર પરથી રાજે પ્રેરણા લીધી હતી. એ વિશે રાજ કહે છે, ‘મારા આ પાત્ર માટે મેં રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના પાત્ર પરથી પ્રેરણા લીધી છે. મને જ્યારે પહેલી વખત ડિરેક્ટરે આ શો વિશે માહિતી આપી ત્યારે તેમણે મને કહ્યું કે મારું કૅરૅક્ટર રણવીર સિંહના બિન્દાસ પાત્ર જેવું છે જે દરેકની મદદ કરે છે અને યુવતીઓ તેની પ્રશંસા કરતાં થાકતી નથી. શૂટિંગ દરમ્યાન પણ અમે મારા પાત્રમાં મજેદાર ઉમેરો કરતા હતા.’