‘રંજુ કી બેટિયાં’ની સૌથી નાની દીકરીની કરીઅર ત્રણ વર્ષની ઉંમરથી શરૂ થઈ અને એ પછી ક્યારેય અટકી નથી અને અટકવાની નથી
અદિબા મિશ્રા
ત્રણ વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરનારી અદિબા મિશ્રા અત્યારે દંગલ ચૅનલના શો ‘રંજુ કી બેટિયાં’માં સૌથી નાની દીકરી તરીકે જોવા મળે છે. તિયા આવતા સમયમાં બે વેબ-સિરીઝમાં પણ જોવા મળવાની છે. તિયા કહે છે, ‘માત્ર ત્રણ વર્ષની ઉંમરે ‘ઍરલિફ્ટ’માં હું અક્ષયની ડૉટરના કૅરૅક્ટરમાં આવી અને એ પછી સીધું કામ શરૂ થઈ ગયું અને એક પછી એક પ્રોજેક્ટ કરતી ગઈ, પણ આ આખી જર્નીમાં મને સૌથી વધુ જો કંઈ શીખવા મળ્યું હોય તો એ કે કામ કરતા જવાનું અને આગળ વધતા જવાનું. કામમાં અટકવાનું ક્યારેય નહીં, જો અટકશો તમે તો દુનિયા તમને ભૂલી જશે. અક્ષયકુમારે આ જ કર્યું છે, સક્સેસ કે ફ્લૉપને તેણે મન પર હાવી નથી થવા દીધી અને એટલે જ તેનાથી એકધારું કામ થઈ શકે છે.’
અદિબાનો પહેલાં રોલ બહુ નાનો હતો, પણ અદિબાએ કોઈ જાતની આર્ગ્યુમેન્ટ વિના એ સ્વીકારી લીધો અને એ પછી અદિબાનું કામ જોઈને રોલ લંબાવવામાં આવ્યો. અદિબા કહે છે, ‘બેસ્ટ કરો તો તમને બેસ્ટ મળશે જ મળશે.’
ADVERTISEMENT
અદિબાની અક્ષયકુમારના સક્સેસ મંત્રને ફૉલૉ કરવાની વાતને ખરા અર્થમાં તો બધાએ જ ફૉલૉ કરવા જેવી છે. ફૅલ્યૉરને જરા પણ હાવી ન થવા દો એ જ છે અદિબાનો મંત્ર.