રાની આ શોમાં તેની ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ને પ્રમોટ કરવા માટે ગઈ હતી
રાની મુખરજી હાલમાં સાડી પર ‘માં’ લખેલું હોય એવી સાડી પહેરીને તેની ફિલ્મને પ્રમોટ કરી રહી છે
રાની મુખરજીએ હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 13’ના વિનર રિશી સિંહને કામની ઑફર આપી છે. રિશી સિંહ અયોધ્યાનો છે અને તેણે ‘હે ઉડી ઉડી’ અને ‘કોઈ... મિલ ગયા’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. રાની આ શોમાં તેની ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ને પ્રમોટ કરવા માટે ગઈ હતી. રિશીને રાનીએ કહ્યું કે ‘તારો અવાજ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. તું જ્યારે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે સેટ પરનો માહોલ એનર્જીથી ભરપૂર હતો. તારા અવાજમાં ખૂબ જ પાવર છે. મને ખબર છે કે તું અયોધ્યાનો છે. આથી ત્યાંના ભોજન અને પાણીમાં પણ ચોક્કસ કોઈ પાવર હશે. મને એવી ફીલિંગ આવે છે કે હું બહુ જલદી તને યશરાજના રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં જોઈશ. હું એ દિવસની રાહ જોઈશ. હું જ્યારે પણ અયોધ્યા જઈશ ત્યારે હું ત્યાં તને મળ્યા વગર એ શહેરની બહાર નહીં જાઉં.’
સ્ટાઇલ હૈ બૉસ!
ADVERTISEMENT
રાની મુખરજી હાલમાં સાડી પર ‘માં’ લખેલું હોય એવી સાડી પહેરીને તેની ફિલ્મને પ્રમોટ કરી રહી છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનું નામ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ નામ આપવામાં આવ્યું છે, જે શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં એક મમ્મી દેશ સામે લડી રહી છે અને એથી જ તે ‘માં’ લખેલી સાડી પહેરીને ફિલ્મને પ્રમોટ કરી રહી છે.