રામાનંદ સાગરને તેની રજૂઆતથી લઈને તેના છેલ્લા એપિસોડ સુધી ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. સિરિયલ પૂર્ણ થયા પછી પણ રામાનંદ સાગર લગભગ દસ વર્ષ સુધી અલ્હાબાદ કોર્ટમાં હાજર રહ્યા હતા. એમ પ્રેમ સાગરે કહ્યું.
ફાઇલ તસવીર (સૌજન્ય: સુનીલ લહરી - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આદિપુરુષ ફિલ્મ સતત વિવાદનો સામનો કરી રહી છે. જો કે જ્યારે રામાનંદ સાગરની રામાયણ ટેલિવિઝન પર આવી તે દરમિયાન પણ રામાનંદ સાગરને તેની રજૂઆતથી લઈને તેના છેલ્લા એપિસોડ સુધી ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. સિરિયલ પૂર્ણ થયા પછી પણ રામાનંદ સાગર લગભગ દસ વર્ષ સુધી અલ્હાબાદ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આદિપુરુષને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે આજતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, `જો તમે કોઈના હાથમાં એટમ બોમ્બ આપો છો, તો તેની જવાબદારી બને છે કે તેણે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તેવી જ રીતે જો માતા સરસ્વતીએ તમને કલાના આશીર્વાદ આપ્યા છે તો તમારા પર જવાબદારી બની જાય છે. કલમમાં મોટી શક્તિ છે. કલા સાથે જવાબદારી પણ આવે છે. જ્યારે એ શક્તિમાં ધર્મનો ઉમેરો થાય છે ત્યારે તે જવાબદારી વધુ વધી ગાઢ બની જાય છે. તમારા દેશ, ધર્મ અને લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. તેની સાથે રમત કરવી બિલકુલ સ્વીકાર્ય નથી. 100 કરોડ લોકોની અંદર રહેલી રામ અને રાવણની છબી કેવી રીતે તોડી શકાય? જો તમે કંઇક અલગ કરવા માંગો છો, તો તમે તેને માર્વેલ કોમિક્સ નામ આપી શકો છો, તમે તેને વાલ્મીકિજીની રામાયણ તો ન જ કહી શકો. મારા પિતા રામાનંદ સાગરે પણ ઘણી સર્જનાત્મક સ્વતંત્રતા લીધી છે પરંતુ સંપૂર્ણ જવાબદારી સાથે તેનું સન્માન કર્યું છે.
ADVERTISEMENT
પ્રેમ સાગર જણાવે છે કે, “જ્યારે ભરતનું જ્યારે રાજ તિલક થાય છે. જ્યારે શ્રી રામ વનવાસમાં જાય છે, ત્યારે ભરત આવે છે અને કહે છે કે, ‘રાજા બનવા માટે વારસદાર બનવાની સાથે તમારે જનતામાં વોટ હોવા જોઈએ અને ગુરુ પણ તેની સાથે સહમત હોવા જોઈએ. જે વંશવાદ પર પ્રહાર સમાન હતું. ખરેખર, પિતાજી ઈચ્છતા હતા કે વંશનો આ સંદેશ ન જાય. તેમણે સર્જનાત્મક સ્વતંત્રતાનો અધિકાર લઈને આ દ્રશ્ય શૂટ કર્યું હતું.”
બીજી એક મહત્વની વાત પર ભાર આપતાં તેઓ ઉમેરે છે કે, “રામાયણમાં રામના ગુરુકુળમાં જવાનો ઉલ્લેખ છે? તે વિષ્ણુ અવતાર છે. તેમને કોણ શીખવી શકે? પણ અહીં પિતાએ ગુરુકુળનો ક્રમ પણ રાખ્યો હતો. આ પાછળ પપ્પાનો આશય એ હતો કે આપણા દેશમાં લગભગ ખતમ થઈ ગયેલી ગુરુકુળની પરંપરા લોકો સુધી લઈ જવી જોઈએ. જો કે, આમ કરતા પહેલા તેઓએ ધરમવીર ભારતી, શિવસેન મંગલ, JNU વાઇસ ચાન્સેલર વિષ્ણુ મલ્હોત્રા જેવા લોકો સાથે મીટિંગ કરી હતી. તેઓને ચિંતા હતી કે ગુરુકુળમાં ગયા પછી રામ શું કહેશે? ગુરુ શું જવાબ આપશે? અમે રામની વિદ્યાર્થી બનવાની સ્વતંત્રતા લીધી હતી. આમાં કેટલી બધી રાતો બ્રેનસ્ટોરમિંગ કરવામાં વીતી હતી. આમાં રામ પૂછે છે કે મૃત્યુ શું છે, જીવન શું છે, જેથી લોકોમાં આ બાબતોનું જ્ઞાન વધે.”
એ સીનનો ઉલ્લેખ કરતાં પ્રેમ સાગર કહે છે, `સીતાના વનવાસનો એક એપિસોડ છે. જેમ રામ પાસે ગુપ્તચર હતા. તેવી જ રીતે માતા સીતા પાસે પણ ગુપ્તચર હતા. રામના જાસૂસે રામને કહ્યું હતું કે, ‘લોકો ખૂબ ગુસ્સામાં છે. રાવણે સીતાને રાખ્યાં અને તમે તેમનો સ્વીકાર કર્યો. સીતાને છોડી દેવી જોઈએ.’ આ સાંભળીને રામ મૂંઝવણમાં હતા કે રાજ ધર્મનું પાલન કરવું કે પતિ ધર્મનું. તે જ સમયે સીતાના ગુપ્તચરો પણ આવતા અને તેમને કહેતા કે, ‘રામ નારાજ છે અને શું કરવું તે સમજાતું નથી.’
ત્યારે સીતા જાય છે અને રામને કહે છે. પપ્પાએ આ અંગે ઘણું સંશોધન કર્યું હતું. તેઓ રાધેશ્યામની રામાયણ લઈને આવ્યા. જેમાં લખ્યું છે કે સીતા રામને કહે છે કે હું વનવાસ જઈશ, હું પત્ની છું. મારા પતિના રાજધર્મ પર કોઈ જ આંચ ન આવવી જોઈએ. આ પણ સર્જનાત્મક સ્વતંત્રતા હતી. જ્યારે રામ રડે છે. જ્યારે લક્ષ્મણ પણ છોડવા માટે જાય છે ત્યારે સીતા તેમને રોકે છે અને આગળ વધે છે. જો કે, આ સ્વતંત્રતાને કારણે ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અલાહાબાદ કોર્ટમાં દસ વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. હું કહીશ કે સર્જનાત્મક સ્વતંત્રતા લો પણ તેના સારા માટે લો.”