દર્શકોની માગ પર શેમારુ ટીવી ટેલિવિઝન સ્ક્રીન પર રામાનંદ સાગરની "રામાયણ"ની વાર્તા ફરી જોવા મળવાની છે. પ્રેક્ષકોને આધ્યાત્મિકતાની દુનિયાનો અહેસાસ કરાવવા માટે શેમારુ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
`રામાયણ`નો એક સીન
દર્શકોની માગ પર શેમારુ ટીવી ટેલિવિઝન સ્ક્રીન પર રામાનંદ સાગરની "રામાયણ"ની વાર્તા ફરી જોવા મળવાની છે. પ્રેક્ષકોને આધ્યાત્મિકતાની દુનિયાનો અહેસાસ કરાવવા માટે શેમારુ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે શેમારુ ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યું છે. જ્યાં દુષ્ટતા પર સત્યની જીત થાય છે અને સદ્ગુણોની ઉજવણી કરવામાં આવે છે એવી લોકપ્રિય રામાનંદ સાગરની "રામાયણ" એ એક શાશ્વત માસ્ટરપીસ છે. ઉલ્લેખનીય છે કે જેણે પેઢીઓથી લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.
શેમારુ ટીવી પર 3જી જુલાઈ સોમવારથી રવિવાર સાંજે 7:30 કલાકે આ નોંધપાત્ર શો રીલીઝ થવાનો છે. ભગવાન રામ તરીકે અરુણ ગોવિલ તેમ જ સીતાના પત્રમાં દીપિકા ચિખલિયા ફરી દર્શકો સુધી પહોંચવાના છે. હનુમાન તરીકે દારા સિંઘ અને લક્ષ્મણ તરીકે સુનિલ લાહરી સહિત પ્રતિષ્ઠિત કલાકારોના વિસ્મયકારક પ્રદર્શનનો અનુભવ આ શો દ્વારા કરાવવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તેમના દોષરહિત કેરેક્ટરો દ્વારા તેમણે ચાહકોમાં શાશ્વત પ્રિય સ્થાન મેળવ્યું છે. મૂળ "રામાયણ" સાથે એક આધ્યાત્મિક સફર આ શો દ્વારા કરાવવામાં આવશે. જે તેના દર્શકો અને ચાહકો ને પ્રેરિત અને પ્રભાવિત કરશે એમાં કોઈ જ બેમત નથી. મળતી માહિતી મુજબ 3જી જુલાઈથી દર સોમવારથી રવિવાર સાંજે 7:30 વાગ્યે શેમારુ ટીવી પર આઇકોનિક માસ્ટરપીસ "રામાયણ"નો અનુભવ કરવાની તક તેના ચાહકોએ ગુમાવવા જેવી નથી.
ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળા દરમ્યાન લોકો સતત તેનો શિકાર બની રહ્યા હતા ત્યારે તેની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી હતી. એક પછી એક સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હતા. તે સમયે દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં રામાનંદ સાગરની `રામાયણ` ફરી એકવાર પ્રસારિત થઈ હતી. તે સમયગાળા દરમ્યાન `રામાયણ` અને `મહાભારત` જેવી 80 અને 90ના દાયકાની ઘણી સિરિયલો પ્રસારિત કરવામાં આવી હતી.
રામાનંદ સાગરની રામાયણ વિશે વાત કરવામાં આવે તો આ રામાયણનું પ્રથમ વખત ટેલિકાસ્ટ દૂરદર્શન પર વર્ષ 1987માં થયું હતું. ઉલ્લેખનીય છે કે બીઆર ચોપરાનું મહાભારત પણ વર્ષ 1988માં પ્રથમ વખત દૂરદર્શન પર પ્રસારિત થયું હતું. લોકો રામાયણ અને મહાભારતને ખૂબ જ ભાવથી જોતા હતા કે રસ્તાઓ પર સંપૂર્ણ મૌન રહેતું હતું. આ ધાર્મિક કાર્યક્રમોના પ્રસારણ દરમિયાન શેરીઓમાં કર્ફ્યુ જેવું વાતાવરણ જોવા મળતું હતું.
1987-88ના દાયકામાં લોકો રામાયણ અને મહાભારતને ખૂબ રસપૂર્વક જોતા હતા. ભારતના તમામ શહેરો અને ગામડાઓમાં રામાયણના પ્રસારણ વખતે લોકો અગરબત્તીઓ પ્રગટાવીને બેસતા હતા. રૂમની બહાર ચપ્પલ ઉતારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રામાયણમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. બીજી તરફ સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાને આજે પણ સીતા તરીકે ખૂબ જ યાદ કરવામાં આવે છે. આ સાથે દારા સિંહે હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. તે જ સમયે, અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.