Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાખી સાવંત સાથે પતિ આદિલે કરી હતી જબરજસ્તી, પછી અભિનેત્રી થઈ પ્રેગનેન્ટ

રાખી સાવંત સાથે પતિ આદિલે કરી હતી જબરજસ્તી, પછી અભિનેત્રી થઈ પ્રેગનેન્ટ

18 February, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીએ રડતાં-રડતાં કર્યો ખુલાસો

રાખી સાવંત

રાખી સાવંત


‘ડ્રામા ક્વિન’ તરીકે ઓળખાતી અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant)નું દર્દ જાણે દિવસે દિવસે વધી જ રહ્યું છે અને તેનો કોઈ અંત નથી. હાલમાં જ રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ તેના જેલમાં બંધ પતિ પર આરોપ લગાવ્યો હતો કે, ડોક્ટરના ઇનકાર છતાં આદિલે તેની સાથે સંબંધ બાંધ્યા હતા. જેના પરિણામે રાખી ગર્ભવતી થઈ હતી.


રાખી સાવંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેની સાથે થયેલા વર્તનનું વર્ણન કરતી જોવા મળી છે. આ વીડિયોમાં રાખી કહી રહી છે કે, જ્યારે તે બિગ બૉસ મરાઠીમાં ગઈ હતી ત્યારે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, બિગ બૉસમાં જતા પહેલા તેનું ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ ડોક્ટરે તેને ત્રણ મહિના સુધી શારિરીખ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. રાખીએ કહ્યું કે આદિલ ખાન દુર્રાની આ વાત સાથે સહમત નહોતો થયો અને પરિણામ એ આવ્યું કે તે ગર્ભવતી થઈ ગઈ હતી.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)


રાખીએ એમ પણ જણાવ્યું કે, આદિલે તેને આ બધું લોકોને કહેવાની મનાઈ કરી હતી. પરંતુ ડોક્ટરે મને કહ્યું કે જો હું આ પ્રેગ્નન્સી કન્ટિન્યૂ કરીશ તો મારા જીવને જોખમ છે. પછી હું બિગ બૉસમાંથી બહાર આવી એટલામાં તો મારી માતાનું દેહાંત થયું. પછી આદિલે મારી સાથે છેતરપિંડી કરી. જેના પછી મારી કસુવાવડ થઈ. રાખી રડતી રહી અને કહેતી હતી કે, ‘આદિલે મને દરેક રીતે તોડી નાખી છે. હું એક જીવતી લાશ બની ગઈ છું.’


આ પણ વાંચો - Rakhi Sawant : જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

તાજેતરમાં, મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટે રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની પોલીસ કસ્ટડીને રદ કરતા અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને ફગાવી દીધો છે. રાખી સાવંતે ફરિયાદ નોંધાવ્યા બાદ સાત ફેબ્રુઆરીએ ઓશિવારા પોલીસ સ્ટેશને આદિલ દુર્રાનીની ધરપકડ કરી હતી. રાખીએ તેના પર આરોપ લગાવ્યો છે કે, આદિલે તેની સાથે છેતરપિંડી કરી અને તેના પર હુમલો કર્યો છે. તેની જાણ વગર તેના ફ્લેટમાંથી પૈસા અને દાગીના લીધા અને તેની સાથે અકુદરતી સેક્સ પણ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK