Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાખી સાવંતના પતિ આદિલની વધી મુશ્કેલીઓ, ઈરાની સ્ટુડન્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ

રાખી સાવંતના પતિ આદિલની વધી મુશ્કેલીઓ, ઈરાની સ્ટુડન્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ

Published : 12 February, 2023 02:32 PM | Modified : 12 February, 2023 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ મૈસૂરમાં દાખલ થઈ એફઆઈઆર

રાખી સાવંત પતિ આદિલ ખાન દુર્રાની સાથે (ફાઈલ તસવીર)

રાખી સાવંત પતિ આદિલ ખાન દુર્રાની સાથે (ફાઈલ તસવીર)


ટેલિવિઝનની ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant)નો પતિ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) ડિવોર્સની બાબતને કારણે સતત ચર્ચામાં છે. રાખીએ તો પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે જેને કારણે આદિલ જેલમાં છે. તેવામાં આદિલની મુશ્કેલીમાં વધુ ઉમેરો થયો છે. એક ઈરાની મહિલાએ આદિલ પર બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે, એક ઈરાની વિદ્યાર્થીનીએ મૈસૂરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આદિલ દુર્રાની વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આ કેસ બાદ હવે આદિલની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે, આદિલે તેની ઈન્ટિમેટ તસવીરો લીક કરવાની ધમકી પણ આપી છે.



આ પણ વાંચો - રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની ધરપકડ, અભિનેત્રીએ લગાવ્યો છે આ આરોપ


ઈરાની વિદ્યાર્થીની મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરી રહી છે. આ વિદ્યાર્થિની આદિલને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડામાં મળી હતી. આદિલ આ ફૂડ આઉટલેટનો માલિક છે. બન્ને વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને મિત્રતા પછી ધીમે ધીમે બંનેની નિકટતા વધવા લાગી હતી. હવે આ વિદ્યાર્થીનીએ આદિલ પર આરોપ લગાવ્યો છે કે, તેણે લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા અને મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીનીએ લગ્નની વાત કરી તો આદિલે ના પાડી અને કહ્યું કે, તેના અનેક યુવતીઓ સાથે આવા જ સંબંધો છે. જ્યારે તેણે આદિલને પોલીસ પાસે જવાની ધમકી આપી ત્યારે આદિલે વિદ્યાર્થીનીની ઈન્ટિમેટ તસવીરો લીક કરવાની પણ ધમકી આપી હતી. વિદ્યાર્થીનીએ પોતાની ફરિયાદમાં તે નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે જેના પરથી આ તસવીરો મોકલવામાં આવી હતી. આદિલે યુવતીને ધમકી આપી હતી કે, તે આ તસવીરો તેના માતા-પિતાને ફોરવર્ડ કરશે, જેનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. આટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે આદિલે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

આ પણ વાંચો - રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ


અભિનેત્રી રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૧૭, ૪૨૦, ૩૭૬, ૫૦૪ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK