Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની ધરપકડ, અભિનેત્રીએ લગાવ્યો છે આ આરોપ

રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની ધરપકડ, અભિનેત્રીએ લગાવ્યો છે આ આરોપ

07 February, 2023 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાખી સાવંતે ગત રાત્રે નોંધાવી હતી છેતરપિંડીની ફરિયાદ

રાખી સાવંત પતિ આદિલ ખાન દુર્રાની સાથે

રાખી સાવંત પતિ આદિલ ખાન દુર્રાની સાથે


ટેલિવિઝનની ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant)ના પતિ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani)ની ઓશિવરા પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે રાખીએ આદિલ વિરુદ્ધ લગ્નેતર સંબંધો અને છેતરપિંડીનો આરોપ લગાવતા FIR નોંધાવી હતી. ત્યારબાદ આજે રાખીના ઘરેથી આદિલની ધરપકડ કરવામાં આવી છે.


અંધેરીના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની વિરુધ્ધ લગ્નેતર સંબંધો અને છેતરપિંડીનો આરોપ કરતી એફઆઇઆર નોંધાવી હતી. સાથે જ રાખીએ પોલીસને એમ પણ જણાવ્યું છે કે, આદિલે લગ્નના નામે તેની પાસેથી તમામ દાગીના અને પૈસા લીધા છે. પોલીસમાં એફઆઈઆર નોંધાવતા પહેલા રાખીએ આદિલ વિશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આદિલે મારી પાસેથી મારા જ ઘરની ચાવીઓ છીનવી લીધી છે અને તે પાછી આપવાનો ઈન્કાર કરી રહ્યો છે.



રાખીએ એમ પણ કહ્યું હતું કે, ‘તે લાંબા સમયથી મને ટોર્ચર કરી રહ્યો છે. તેણે બોલિવૂડમાં નામ કમાવવા માટે મારો ઉપયોગ કર્યો છે. મારી પાસેથી તેણે બધા પૈસા પણ લઈ લીધા.’


આ પણ વાંચો - માતાના અંતિમ સંસ્કારમાં રાખી સાંવતનો વિલાપ, ફરાહ ખાને ભેટીને સંભાળી રાખીને

આટલું જ નહીં રાખીએ એવો પણ દાવો કર્યો હતો કે, ‘આદિલે જ તેને કહ્યું હતું કે તે રાખીથી અલગ થઈ ગયો છે અને તેની ગર્લફ્રેન્ડ તનુ સાથે રહે છે.’


તમને જણાવી દઈએ કે, રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીએ ગયા મહિને જ કોર્ટ મેરેજ કર્યા હતા. આદિલ ખાન દુર્રાની ૨૭ વર્ષનો છે અને તે કર્ણાટકનો છે. તેમનો ગાડીઓનો બિઝનેસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિલ અને રાખી વર્ષ ૨૦૨૨ના મે મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બન્નેએ સાથે મળીને મુંબઈમાં એક ડાન્સ એકેડમી પણ ખોલી છે.

આ પણ વાંચો - રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ

રાખી સાવંતની માતાનું થોડાક દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ રાખીએ પતિ આદિલની હકીકત મીડિયા સામે કહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK