રાજશ્રી ઠાકુરની પ્રેરણા કોણ બન્યું? જવાબ છે, નીના ગુપ્તા
નીના ગુપ્ત
સ્ટાર પ્લસ પર આજથી શરૂ થતા શો ‘શુભ વિવાહ’માં માનવ ગોહિલ સામે લીડ કૅરૅક્ટર કરતી રાજશ્રી ઠાકુરને પોતાના રોલ માટેની પ્રેરણા બીજા કોઈ પાસેથી નહીં પણ ટીવી અને ફિલ્મની લેજન્ડ ઍક્ટ્રેસ નીના ગુપ્તા પાસેથી મળી છે. રાજશ્રી કહે છે, ‘નીનાજી પર્સનલ લાઇફમાં પણ અકલ્પનીય જીવન જીવ્યાં છે અને તેમની ફિલ્મ ‘બધાઈ હો’ પણ મારા માટે પ્રેરણાદાયી બની છે. આ ફિલ્મમાં નીનાજીએ જે રીતે પોતાનું કૅરૅક્ટર નિભાવ્યું એ મારા માટે ‘શુભવિવાહ’ના પ્રીતિ જિંદાલના કૅરૅક્ટર માટે એકદમ ઉચિત હતું. શો સાઇન કર્યા પછી મેં નીનાજીની એકેક વાતને ઑબ્ઝર્વ કરવાની સાથોસાથ તેમની સાઇકોલૉજીનો પણ સ્ટડી કર્યો અને મારું કૅરૅક્ટર ડિઝાઇન કર્યું.’
રાજશ્રી ઠાકુર લાંબા સમય પછી ટીવી પર કમબૅક કરે છે તો માનવ ગોહિલ પણ લગભગ પંદર વર્ષ પછી ‘શુભવિવાહ’થી ટીવી પર કમબૅક કરશે.

